ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ક્રેગ ઇર્વિનની ટીમમાં વાપસી થઇ છે અને તે ટૂર્નામેન્ટમાં પોતાની ટીમની કેપ્ટન્સી કરતો જોવા મળશે. ઇર્વિન સિવાય તેંદઇ ચતરા, વેલિંગ્ટન મસાકઝા અને મિલ્ટન શુંબા ઇજામાંથી સ્વસ્થ થઇ ગયા છે અને 15 સભ્યોની ટીમમાં ચૂંટાયા છે.
ઇરવિન અને મુજરબાનીની વાપસીક્રેગ ઇરવિન અંતિમ વખત ઓગસ્ટ 2022માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી-20 મેચ રમ્યો હતો, તે બાદ તે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરિઝમાં રમી શક્યો નહતો, તેની ગેરહાજરીમાં રેજિસ ચકાબ્વાએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે કેપ્ટન્સી કરી હતી. બ્લેસિંગ મુજરબાની પણ ઇજામાંથી સ્વસ્થ થયો છે અને વર્લ્ડકપની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
તે ઝિમ્બાબ્વેના બોલિંગ આક્રમણની આગેવાની કરશે. મહત્વપૂર્ણ છે કે મુજરબાની પાકિસ્તાન સુપર લીગમાં રમી ચુક્યો છે.ટી-20 વર્લ્ડકપ માટે ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમટી-20 વર્લ્ડકપ માટે ઝિમ્બાબ્વેની ટીમ- ક્રેગ ઇરવિન (કેપ્ટન), રયાન બર્લ, રેજિસ ચકબવા, તેંદઇ ચતારા, બ્રૈડલી ઇવાંસ, લ્યૂક જોંગવે, ક્લાઇવ મદાંડે, વેસ્લે મધેવેરે, વેલિંગ્ટન મસાકઝા, ટોની મુનયોંગા, બ્લેસિંગ મુજરબાની, રિચર્ડ નગારવા, સિકંદર રઝા, મિલ્ટન શુંબા અને સીન વિલિયમ્સરઝા અને વિલિયમ્સ પર નિર્ભર બેટિંગ ક્રમઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમમાં સિકંદર રઝા, સીન વિલિયમ્સના ખભા પર બેટિંગની મોટી જવાબદારી રહેવાની છે.
રઝાનું તાજેતરમાં ફોર્મ શાનદાર રહ્યુ છે, તેને તાજેતરમાં ICCએ ઓગસ્ટ મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ પસંદ કર્યો છે.ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે મેચમાં પાંચ વિકેટ લઇને ઐતિહાસિક મેચ જીતાડનારા બર્લ પર પણ તમામની નજર રહેશે.ટી-20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેનો કાર્યક્રમપ્રથમ રાઉન્ડમાં ઝિમ્બાબ્વે આયરલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને સ્કૉટલેન્ડ સામે ટકરાશે.આ પહેલા 10 ઓક્ટોબરે એશિયા કપ વિજેતા શ્રીલંકા અને 13 ઓક્ટોબરે નામીબિયા વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે. આ બન્ને પ્રેક્ટિસ મેચ મેલબોર્નમાં રમાશે. મહત્વપૂર્ણ છે કે ઝિમ્બાબ્વેએ ક્વોલિફાયરમાં જીતીને ટી-20 વર્લ્ડકપમાં જગ્યા બનાવી હતી.