Arvind Kejriwal: દિલ્હીના મંત્રી આતિશીએ ગુરુવારે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલને જેલમાં મળતું ઘરનું ભોજન બંધ કરીને અને તેમને ઇન્સ્યુલિન ન આપીને મારવાનું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તિહાર જેલમાં સીએમ કેજરીવાલને ઇન્સ્યુલિન આપનોવામાં આવી રહ્યું નથી. ડાયટ ચાર્ટ વિશે જુઠ્ઠુ બોલવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર છે. સંજય સિંહે આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીના ઈશારે સીએમ કેજરીવાલના જીવન સાથે રમત રમાઈ રહી છે.
આ પહેલા દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ ગુરુવારે દાવો કર્યો હતો કે
CM કેજરીવાલને જેલમાં મળતું ઘરનું ભોજન બંધ કરીને અને તેમને ઈન્સ્યુલિન ન આપીને તેમનો જીવ લેવાનું ‘મોટું ષડયંત્ર’ રચવામાં આવી રહ્યું છે. કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે, જેલ સત્તાવાળાઓએ આતિશીના આ આરોપને નકારી કાઢ્યા છે.
EDએ કોર્ટમાં CM કેજરીવાલ વિશે આ દાવો કર્યો છે
EDએ કોર્ટમાં દાવો કર્યો છે કે AAPના વડા, ‘ટાઈપ 2’ ડાયાબિટીસથી પીડિત હોવા છતાં, દરરોજ કેરી અને મીઠાઈઓ જેવા ઉચ્ચ ખાંડવાળા ખોરાક ખાય છે, જેથી તબીબી આધાર પર જામીન મળી શકે. EDએ CBI અને ED કેસના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ આ દાવો કર્યો હતો. ન્યાયાધીશે તિહાર જેલના સત્તાવાળાઓને આ કેસમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો, જેમાં કેજરીવાલનો ફૂડ ચાર્ટ પણ સામેલ હોવો જોઈએ.
આ અંગે આતિશીએ કહ્યું કે તિહાર જેલ પ્રશાસન દ્વારા ઇન્સ્યુલિન માટેની મુખ્યમંત્રીની વિનંતીને નકારી કાઢવામાં આવી છે અને ડૉક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ ગોઠવવાના તેમના પ્રયાસોને ED અને જેલ સત્તાવાળાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કેજરીવાલના લોહીમાં શુગર લેવલ 300 mg/dl કરતા વધારે છે.
સુગર લેવલ વધી રહ્યું છે – આતિશી
AAP નેતાએ આરોપ લગાવ્યો, “કેજરીવાલની વારંવાર વિનંતી કરવા છતાં, તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી અને તેમનું બ્લડ સુગરનું સ્તર વધી રહ્યું છે. તેમને દવા આપવામાં આવી રહી નથી કારણ કે તેમનો જીવ લેવાનું ષડયંત્ર છે.” આતિશી દ્વારા કરવામાં આવેલા દાવા પર પ્રતિક્રિયા આપતા તિહાર જેલ પ્રશાસને કહ્યું કે તેણે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય વિશે જે પણ કહ્યું છે તે ખોટું છે.