નવી દિલ્હી તા. ૨૦ : ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર થયેલાં ૬માંથી ૫ લોકોને સખતમાં સખત સજાની અપીલ કરવામાં આવી છે. પ્રોસિકયુશને ટાડા કોર્ટ સમક્ષ આ માગ રાખી છે. એટલે કે ઈનડાયરેકટલી મામલામાં દોષિત થયેલા મુસ્તફા ડોસા સહિત ૫ દોષિતો માટે ફાંસીની સજાની માગ કરવામાં આવી છે. સાલેમને પોર્ટુગલથી પ્રત્યાર્પણ સમજૂતિથી લાવવામાં આવ્યો છે. આ સમજૂતિ મુજબ સાલેમને ફાંસી કે આજીવન કેદની સજા ફટકારવામાં ન આવી શકે. દોષિતોને કેટલી સજા થવી જોઈએ તે અંગે કોર્ટમાં દલીલ ચાલી રહી છે. ૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ થયેલા વિસ્ફોટમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા. જયારે ૭૧૩ લોકો ગંભીર રીતે દ્યાયલ થયા હતા. તે સમયે લગભગ ૨૭ કરોડ રૂપિયાની પ્રોપર્ટીનું નુકસાન થયું હતું. આ મામલે ૪ નવેમ્બર, ૧૯૯૩ રોજ ૧૦ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
સોમવારે આ કેસની સુનાવણી શરૂ થયા બાદ બચાવ પક્ષના વકીલ સુદીપ પાસબોલાએ કહ્યું કે, ‘પ્રોસિકયુશન સજાને લઈને દલીલ રાખે, જેનાથી ખબર પડે છે કે કયા આધારે દોષિતો માટે સજાની માગ કરી રહ્યાં છે.‘ આ અંગે સાલ્વીએ કહ્યું કે, ‘અમે તમામ દોષિતો માટે કાયદામાં આપવામાં આવેલી વધુમાં વધુ સજાની માગ કરીએ છીએ.‘ એવામાં માનવામાં વે છે કે તેઓએ ૫ દોષિતો માટે ફાંસીની માગ કરી છે.
જજ ગોવિંદ સાનપે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કહ્યું કે, ‘તે બાદમાં નક્કી કરશે કે કયો પક્ષ પહેલા સજાને લઈને દલીલ શરૂ કરશે.‘ વચ્ચે દોષિત ઠેરવવામાં આવેલા ફિરોઝ ખાને પોતાના વકીલ વહાબ ખાન મારફતે ચાર એપ્લિકેશન ફાઈલ કરી છે. જેમાંથી એકમાં તેઓએ દલીલ કરવા માટે બે અઠવાડિયાનો સમય માગ્યો છે, પરંતુ જજે તેની માગ ફગાવી દિધિ છે. જે બાદ તેઓએ કહ્યું કે તેઓ પોતાના અસીલની સ્થિતિ જોઈને ત્રણ સાક્ષી રજૂ કરવા માગે છે. જેના પર જજે મંગળવાર સુધીની અનુમતિ આપી હતી.જજે કહ્યું કે તેઓ મંગળવારે જ દોષિત મુસ્તફા ડોસાની તે એપ્લિકેશન પર વિચાર કરશે, જેમાં તેઓએ ટાડા કોર્ટના ચૂકાદાની કોપી માગી છે.
૧૯૯૩, જાન્યુઆરીમાં અબુ સાલેમ એક ફરાર આરોપી સાથે હથિયારોનો જથ્થો મેળવવા ગુજરાતના ભરૂચ ગયો. સાલેમે વિસ્ફોટક અને ગોળા બારૂદ તેમજ ૯ એકે-૫૬ રાયફલ ૧૦૦ હેન્ડ ગ્રેનેડ તેમજ કેટલીક બુલેટ મળ્યાં હથિયારોનો જથ્થો લઈને તે મુંબઈ આવ્યો. મુંબઈ આવવા માટે તેમને આરોપી રિયાઝ સિદ્દિકીએ મારૂતિ વાનની વ્યવસ્થા કરી આપી. ૧૬ જાન્યુઆરી, ૯૩ના રોજ સાલેમે કેટલાંક હથિયારો અને દારૂગોળો અભિનેતા સંજય દત્ત્।ના દ્યરે મુકયો. સાલેમને પોર્ટુગલથી લાવવા માટે ૧૩ ઓગષ્ટ, ૨૦૧૩ ટાડા કોર્ટ સમક્ષ સાલેમ વિરૂદ્ઘના કેટલાંક આરોપોને ફગાવી દિધાં.