ઓમિક્રોનની દહેશનત વચ્ચે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે શનિવારે બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઊર્જામંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા.બબ્બે વખત PM કહે છે છતાં BJP નેતા સુધરવાનું નામ લેતા નથી બોટાદમાં પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરીમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ હતી આ દરમિયાન ફાઇનલ મેચમાં હજારોની સંખ્યામાં ભીડ ઊમટી કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાવ્યું હોય તેવું લાગ્યું આ ટૂર્નામેન્ટમાં ઊમટેલી હજારોની ભીડનો વીડિયો પણ ખુદ સૌરભ પટેલે જ વાઇરલ કર્યો
બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ધારાસભ્ય પ્રેરિત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 126 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં શનિવારે ફાઇનલમાં રંગપર VS વોર્ડ-6ની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં વોર્ડ નં.6નો ભવ્ય વિજય થયો હતો. યુવાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ક્રિકેટ ટીમના હોનહાર બોલર મુનાફ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.મુનાફ પટેલ અને બોટાદ મત વિસ્તારના ધારાસભ્ય સૌરભ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય એમ ચિક્કાર ભીડ ઊમટી હતી.એમિક્રોન અને કોરોનાના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે અને BJPના નેતાઓ ભીડ એકઠી કરે છે25મી ડિસેમ્બરે રાત્રે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં હજારોની ભીડ ઊમટી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે મીંડુ જોવા મળ્યું હતું લોકો કોરોના ગાઈડલાઈન ખુલ્લેઆમ ભંગ કરતા જોવા માંડ્યા હતા એક તરફ વડાપ્રધાન મોદી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે સૂચના આપે છે અને બીજી તરફ ભાજપના જ નોતાઓ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે.