ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી
કિશોરીઓએ બનાવેલી મિલેટ્સ આધારિત વાનગીનું નિદર્શન તેમજ ‘સ્વસ્થ બાળ તંદુરસ્ત સ્પર્ધા’ માટે ઈનામ વિતરણ કરાયું
પોષણ પખવાડીયા-૨૦૨૩(૨૦ માર્ચથી ૩ એપ્રિલ)ની ઉજવણી અંતર્ગત, તાલુકા પંચાયત ચોર્યાસી ખાતે આઈ.સી.ડી.એસ શાખા દ્વારા મિલેટ્સ આધારિત વાનગી નિદર્શન તેમજ ‘સ્વસ્થ બાળ તંદુરસ્ત સ્પર્ધા’માં વિજેતા બાળકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજયો હતો. જેમાં કિશોરીઓ દ્વારા મિલેટ્સમાથી તૈયાર કરાયેલી વાનગીઓની સમજ આપી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મિલેટ્સ ધાન્યનું મહત્વ જણાવી તેના ઉપયોગથી થતાં વિવિધ ફાયદાઓ વિષે જાણકારી અપાઈ હતી, અને તેના ઉપયોગથી બાળકોમાં કુપોષણ ઘટાડવાથી લઈ કિશોરીઓ, મહિલાઓ, સગર્ભા, અને ધાત્રી માતાઓમાં એનેમિયાનું પ્રમાણ ઘટાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ઋષિકુમાર પટેલ, ઉપપ્રમુખ વાસંતીબેન પટેલ, તાલુકા કારોબારી અધ્યક્ષ કાંતિભાઈ રાઠોડ, ચોર્યાસી તાલુકા સંગઠન પ્રમુખ કરશનભાઈ પટેલ તથા સી.ડી.પી.ઓ. જસ્મિનાબેન ચૌધરી, ચોર્યાસી ઘટકના મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી