વડોદરા: ગુજરાતના ગેંગસ્ટર અબ્દુલ લતીફ પર બનેલી ‘રઇસ’ ફિલ્મના પ્રમોશન માટે નિકળેલા શાહરૂખ ખાન અને તેની પ્રમોશન ટીમ ટ્રેન મારફતે ગત તા. 23 જાન્યુઆરી વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. તે સમયે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સર્જાયેલી દુર્ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના પુરાવા હોવાનું તપાસ અધિકારીએ કોર્ટને આપેલા રિપોર્ટમાં દર્શાવેલુ છે. જેથી ફરી એક વખત શાહરૂખ ખાનની મુશ્કેલીઓમાં વઘારો થયો છે. વડોદરા રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટના અંગે શહેરના એક સામાજીક કાર્યકર દ્વારા કોર્ટમાં શાહરૂખ વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરી હતી. જે અરજીના પગલે કોર્ટે તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. શાહરૂખ ખાન અને તેની પ્રમોશન ટીમ મુંબઇથી દિલ્હી રેલવે મારફતે ‘રઇસ’ ફિલ્મના પ્રમોશન માટે નિકળી હતી. જ્યાં ગત તા. 23મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-6 પર આવી પહોંચેલી અગસ્તક્રાંતિ રાજધાનીમાં સવાર શાહરૂખ ખાનને જોવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકો રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યાં હતા. શાહરૂખ ગણતરીની સેકેન્ડો માટે જ પ્લેટફોર્મ નં-6 પર દેખાયો પરંતુ તેના ચાકહોની ભારે ભીડ જોઇ તે કોચના દરવાજા પર જ ઉભો રહીં ગયો હતો. માત્ર થોડીક ક્ષણો માટે કોચના દરવાજા પર ઉભા રહ્યાં હતા બાદ ટ્રેન રવાના થઇ એટલે શાહરૂખ પરત અંદર જતો રહ્યો. પરંતુ તેના ચાહકો જે તેની એક ઝલક નિહાળવા માટે આવ્યાં હતા. તેમની ધીરજ ખુટી પડી હતી અને ટોળાએ કોચ તરફ શાહરૂખને જોવા દોટ મુકી હતી. પ્લેટફોર્મ નં-6 પર આવી પહોંચેલા શાહરૂખે ફિલ્મ પ્રમોશન માટે તેના ચાહકો પર બોલ, ટી-શર્ટ વિગેરે ચિજવસ્તુઓ ફેંકેલી . જેના લીધા દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ સહીત અનેક લોકોને ઇજા અને એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું. આ સંદર્ભે શહેરના એક સામાજીક કાર્યકર જીતેન્દ્ર સોલંકી દ્વારા કોર્ટમાં આ બનાવ અંગે અરજી કરવામાં આવી હતી. જેમાં શાહરૂખ અને તેની પ્રમોશન ટીમ વિરૂદ્ધ ગુનો નોંધવા માંગણી કરી હતી. જેથી રેલવે પોલીસને કોર્ટે આપેલા આદેશ અનુસાર, ડીવાયએસપી તરૂણ બારોટે કોર્ટને તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. રજૂ કરાયેલી તપાસ રિપોર્ટમાં શાહરૂખ ખાન અને તેની ટીમે રેલવેના નિયમોનો ભંગ કર્યો છે. જેથી તેની સામે ગુનો નોંધવા પુરાવા છે તેવું જણાવ્યું છે અને શાહરૂખ ખાન વિરુધ ઇપીકો કલમ 279, 337, 338, 304(અ), રેલવે એક્ટ કલમ 145, 152, 175 અને 179 મુજબની ફરિયાદ દાખલ કરવા યોગ્ય છે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.