જિલ્લા કલેકટર ટ્વિટ કરી નદી તથા દરિયા માં ન જાવા અપીલ કરી
વલસાડ માં બપોર ના સમયે પડેલ 3 કલાક ભારે વરસાદ ના પગલે ટ્રાફિક થી ધમધમતા અને વલસાડ ની શાન સમાન તિથલ રોડ પર ભારે વરસાદી પાણી ભરાતા ગત 2014 માં આવેલ ભારે વરસાદ ની યાદ અપાવી, ત્રણ વર્ષ બાદ આ વર્ષે ફરી એક વખત તિથલ રોડ પર પાણી ભરાયા નિહાળો તસ્વીર ફક્ત સત્ય ન્યુઝ વલસાડ પર.
આગામી 24 કલાક માં વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં 27મી ઓગસ્ટ થી આગામી ત્રણ ચાર દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી પગલે વલસાડ કલેકટર શ્રી ના આદેશ મુજબ તમામ વહીવટી તંત્ર,પાલિકા,એન.ડી.આર એફ ની ટિમ ને એલર્ટ કરી નિચાણ વાળા વિસ્તાર માં પાણી ન ભરાય તેના માટે તજવીજ હાથ ધરી છે ત્યારે3 ગત બે દિવસ થી વલસાડ જિલ્લા ના ઉપરવાશ વિસ્તાર માં પડેલ ભારે વરસાદ ના પગલે જિલ્લા ની ત્રણ મુખ્ય નદી તાન, માન, અને ઔરંગા બને કાંઠે વહી રહી છે જેમાં ગત બે દિવસ અગાવ પારડી માં બે મહિલા નું ડૂબી જતાં મોત નીપજ્યું હતું જે ઘટના ને ધ્યાને રાખી જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરી નદી,તથા દરિયા માં ન જાવા તથા સેલ્ફી ન લેવા અપીલ કરી હતી ત્યારે વલસાડ માં આજરોજ સવાર થીજ મેઘરાજા મનમુકી ને વર્ષી રહ્યા છે જેમાં શાળા-કોલેજ ની વિદ્યાર્થીની ઓ તસ્વીરમાં છત્રી લઈ વરસાદ ની મઝા માણતા કેદ થયા છે.