વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પટેલે વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુકવામાં આવેલા સેલ કાઉન્ટર મશીનનું નિરીક્ષણ કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાની તપાસ કરાવી જાહેર જનતા માટે ખુલ્લુ મૂકયું હતું. વલસાડ જિલ્લામાં હાલ 12 સેલ કાઉન્ટર મશીનો વલસાડ વિભાગની દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી આપવામાં આવ્યા છે. જે તમામ સેલ કાઉન્ટર મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે, DGVCLના CSR ફંડની ચાલુ નાંણાકિય વર્ષની ગ્રાંન્ટમાંથી એક સેલ કાઉન્ટર મશીનની કિંમત રૂ. ૩,૦૪,૯૩૫ લેખે ૧૨ સેલ કાઉન્ટર મશીનોની કુલ કિંમત રૂ. ૩૬,૫૯,૨૧૫ની ખરીદી કરી સરકારી દવાખાનાઓમાં દર્દીઓની તપાસ માટે લગાવી કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની અને વલસાડ DGVCL શાખાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. *બોક્ષ મેટર* *જિલ્લા કઈ-કઈ 12 જગ્યાએ મશીનો મુકાયા* 1. વલસાડ તાલુકામાં ધરાસણા અને હરિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, 2. પારડી તાલુકામાં ઓરવાડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રોહિણા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, 3. વાપી તાલુકામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, વાપી અને છીરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા, 4. ધરમપુર તાલુકામાં પિંડવળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સિદુમ્બરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 5. કપરાડા તાલુકામાં સુખાલા અને માંડવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમજ ઉમરગામ તાલુકામાં ભિલાડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સંજાણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેલ કાઉન્ટર મશીન મુકવામાં આવ્યા છે.
Wednesday, May 1