પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પહેલો એવો કિસ્સો જેમાં વહુના ત્રાસ થી સાસુએ આત્મ હત્યા કરી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી આ મામલે શહેરા પોલીસ મથકે વહુ સામે ફરીયાદ દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જો કે સાસુના ઘરવાળાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છોકરાની વહુએ અમારી છોકરીને મારી નાંખી છે આ આક્ષેપના આધારે શહેરા પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે
શહેરા તાલુકાના લાભી ગામે રહેતા કાળુભાઈ અને તેમના પત્ની ધનીબેન ખેતી કરીને ગુજરાન ચલાવે છે તેમને ત્રણ સંતાનો છે જેમાં મોટા સંતાનમાં દીકરો ગિરીશ છે જેના લગ્ન સાંપા ગામની જયોત્સના સાથે થયા હતા કાળુભાઈની દીકરી વર્ષા પણ સાસરી માંથી પોતાના પિયર લાભી ગામે આવી હતી તે સમયે વર્ષાના માતા ધનીબેન જમવાનું બનાવતા હતા ત્યારે ગિરીશની વહુ જ્યોત્સના અપશબ્દો બોલવા લાગી હતી. જેથી કાળુભાઈ દ્વારા કહેવામાં આવેલ કે અપશબ્દો ના બોલો ઘરે મહેમાન આવેલા છે તેથી જ્યોત્સના વધુ ઉશ્કેરાઈ જઈને તેમના પિયરના પક્ષને બોલાવ્યા હતા. ત્યાર બાદ કાળુભાઈ ઘરની બહાર નીકળી ગયા તે સમયે વર્ષા પણ પોતાના પિતાની પાછળ પાછળ ગઈ હતી.આ સમયે જયોત્સનાના પિયર પક્ષના માણસો આવી ગયા હતા. તેમજ વર્ષાબેન પાછા ઘરે આવતા માતા ધનીબેન જોવા મળ્યા ન હતા. જેથી ઘરમાં તપાસ કરતા ધનીબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. તે વખતે વર્ષા દોડીને પકડવા જતા જયોત્સના એ દરવાજો બંધ કરી દીધો હતો બચકું ભરીને તેના પિયર પક્ષના લોકો સાથે ભાગી ગઈ હતી.આ અંગે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યોત્સના બેનના પિયર પક્ષના લોકો દ્વારા ધનીબેનને મારી નાંખી હોવાનો આક્ષેપ ધનીબેનના સગાસંબંધીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાને લઈ શહેરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.