પ્રાંતિજ નગરપાલિકા છેલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી અને છેલ્લા એક બે વર્ષ થી ધરો તથા દુકાનો ના વેરા ના ભરેલા હોય તેવા ધરો તથા દુકાન નો ના વેરા બાકી દારો સામે આજે પ્રાંતિજ નગરપાલિકાના મુખ્ય પ્રાર્થન બેન રાઠોડ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજ ના વિવિધ વિસ્તાર મા આવેલ ચાર મકાનો ને વેરો નિયમિત ના ભરતા સીલ મારવામા આવ્યુ હતુ તો એક દુકાન ને પણ સીલ મારવામા આવ્યુ તો ત્રણ જેટલા નળ જોડાણ પણ કાપવામા આવ્યા હતા તો પ્રાંતિજ નગરપાલિકા ની ટીમ ના ચિન્ટુભાઇ પરમાર , પ્રશાંત વ્હોરા , તરૂણભાઇ ભાવસાર , ગોવિંદભાઇ , અનિલભાઇ ગોસ્વામી , મિલનભાઇ મકવાણા સહિત ની ટીમ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરતા વેરા બાકીદારો મા ફફડાટ જોવા મળ્યો હતો અને પ્રાંતિજ પાલિકા ખાતે વેરો ભરવા દોડી આવ્યા હતા તો આવનાર દિવસોમાજ પાલિકા દ્રારા વેરા બાકીદારો ના ધરે ઢોલ નગારા સાથે બાકી વેરો વસુલવા માટે નિકળવાનુ હોય તેવુ પણ પ્રાંતિજ પાલિકા દ્રારા જાણવા મલ્યુ છે ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા હાલતો વેરા બાકી દારો સામે લાલ આંખ કરતા અન્ય વેરા બાકીદારો મા ફફડાટ જોવા મળી રહ્યો છે
Tuesday, May 21