સુરતના બારડોલી વિસ્તારમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.બારડોલીના રાજુનાગરમાં પિટારી ભાઈએ જ ભાઈને છરીના 7 ઘા મારતા હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.રાત્રે ભોજનને લઈ થયેલા ઝગડામાં બારડોલીના નગરપાલિકાના સફાઈ કર્મચારીને છરીના ઘા મરાયા હોવાનું બહેને જણાવ્યું છે.રાત્રે ગંભીર ઇજામાં પડેલો શિવાને 108ની મદદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.હાલ શિવાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્ત શિવાની બહેન દિપાલી પાડવેએ જણાવ્યું હતું કે શિવા ખાડાભાઈ પાડવે બારડોલી નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે.માતાના અવસાન પછી પિતા અને ભાઈ જ ઘર ચલાવી રહ્યા છે.શુક્રવારની રાત્રે પિતરાઈ ભાઈ વિકીએ દારૂના નશામાં ધૂત ભાઈએ ભોજનને લઈને ઝગડો કરતા શિવાને છાતી,પેટ,કમર,અને પાસળીમાં છરીના 7 ઘા મારીને ફરાર થઇ ગયો હતો.
રાત્રે 10:25 વાગ્યે બનેલી ઘટના પછી, શિવાને 108માં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. શિવાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. લગભગ 3-5 કલાકના ઓપરેશન બાદ શિવાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હુમલાખોર વિકીને પકડી પાડ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. બંને ભાઈઓ વચ્ચેની લડાઈ લોહિયાળ બની હતી.