મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ઓઈલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો, જે બાદ તેમાં આગ લાગી હતી. આ અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અકસ્માત બાદ હાઇવે પર જ આગ લાગી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. હાઈવેની એક તરફ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને એક બાજુથી જ વાહનોને હટાવવામાં આવી રહ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના લોનાવાલા અને ખંડાલા વચ્ચે બની હતી. ટેન્કરમાં કોઈ રાસાયણિક પદાર્થ ભરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી અને કેમિકલના વિસ્ફોટના અંગારા રસ્તા પર દોડતા વાહનો પર પડવા લાગ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. લોનાવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં રસ્તા પર દોડી રહેલા ચાર મોટરચાલકોને ઈજા થઈ હતી અને ત્રણના મોત થયા હતા.
મૃતકોમાં એક ટેન્કરમાં મુસાફર હતો, એમ તેમણે જણાવ્યું હતું. અને ટેન્કરમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.