લોકસભા ચૂંટણી પૂર્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ પોતાનું ઘર સરખું કરવા લાગી ગયો છે. ખાસ કરીને હાર્દિક પટેલના ડરથી ભાજપ દ્વારા ઉપરાછાપરી ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ભગવો ખેસ ધારણ કરી લીધા બાદ આજે લાઠીના પૂર્વ ધારાસભ્યની ઘર વાપસી થઈ છે.
ગાંધીનગર ખાતે ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લાઠીના પૂર્વ ઘારાસભ્ય હનુભાઈ ધારાજીયાનું સ્વાગત કર્યું હતું. હનુભાઈ ધોરાજીયા ભાજપની ટીકીટ પરથી જ ધારાસભ્ય બન્યા હતા અને બાદમાં ટીકીટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ કોંગ્રેસે હનુભાઈ ધોરાજીયાને ક્યારેય ટીકીટ આપી ન હતી.
ભાજપમાંથી જ ધારાસભ્ય બનેલા હનુભાઈ ધોરાજીયા અત્યાર સુધી ખૂણામાં ધકેલાઈ ગયા હતા અને હવે ભાજપ વીણી-વીણીને કોંગ્રેસના સંગઠન પર પ્રહાર કરવા ઉપરાંત પોતાના દુર થઈ ગયેલા કે પાર્ટી છોડી ગયેલા નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરોને ફરીથી પાર્ટીમાં લઈ રહ્યો છે. હનુભાઈ ધોરાજીયાની ઘર વાપસી થઈ છે.