-પાલિકા પ્રમુખ ના સૂચન થી માજી પ્રમુખ ને પોલીસ પકડી ગયી,
-શાકભાજી માર્કેટ ના 50 થી વધુ વેપારીઓ ની પોલીસે કરી અટકાયત
વલસાડ નાગર પાલિકા ના માજી પ્રમુખ રાજુ પટેલ ઉર્ફે રાજુ મરચા સહિત શાકભાજી માર્કેટ ના 50 થી વધુ નાના-મોટા વેપારીઓ ની વલસાડ પોલીસે અટકાયત કરી પોલીસ હેડકવટર ખાતે બંદ કરી દીધા હતા, જ્યાં સૂત્રો પરથી મળતી માહિતી મુજબ નગરપાલકી પ્રમુખ ના સૂચન થી આ તમામ વેપારીઓ ની અટકાયત કરવામાં આવી છે કારણ કે આ તમામ વેપારીઓ રાજુ મરચા ના કહેવા મુજબ નાયબ સી.એમ ન કાર્યક્રમ માં વિરોધ કરવા આવવાના હોય અને પાલિકા કાર્યક્રમ માં કોઈ ખલેલ ન પોહચે તે માટે પ્રમુખ અને ધારાસભ્ય કનું દેસાઈ ના ઈશારે પોલીસે આ તમામ ની અટકાયત કરી હતી જેમને વેહલી સવારે 8 વાગે તમામ ની અટકાયત કરી જિલ્લા પોલીસ હેડકવટર ના હોલ ખાતે બંધ કરી દીધા હતા, ત્યારે પોલીસ જાણે કોઈ મોટા આતંકવાદી ને પકડી લાવી હોય તેમ મોટા પ્રમાણ માં પોલીસ કાફલો ને હેડકવટર ના ચારે તરફે ગોઠવી દીધા હતા, જ્યારે આ બનાવ બનતા શાકભાજી માર્કેટ ના તમામ વેપારીઓ માર્કેટ બંદ કરી પાલિકા પ્રમુખ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે પાલિકા પ્રમુખ અને માજી પ્રમુખ ની આ તું તું મેં મેં ક્યાં સુધી ચાલશે તેતો આવનાર સમય જ બતાવશે.