વલસાડ જિલ્લા ની તમામ સરકારી ઓફિસો,સરકારી મકાનો,કે પછી સરકારી હોસ્પિટલો ની દશા જોઈને કોઈપણ અધિકારી થી લઇ સામાન્ય માણસ પણ નાક બંધ કરીદે તેવી હાલત થઇ ગઈ છે કારણ કે આ તમામ સવાલો પાછળ એકજ દુશમન જવાબદાર છે તે છે “સફાઈ” જી હા સફાઈ ,,,,, ? કારણ કે અહીં કોઈ પણ અધિકારી કે સરકારી બાબુ ને સફાઈ મુદ્દે કોઈ-લેવા-દેવા નથી બસ પેપર ના પાને પોતાની છબી જોવા ફોટો પાડવા માટે હાથ માં ઝાડુ લઇ જાણે દેશ નો તમામ કચરો સાફ કરી નાખવાના હોય તેમ પોઝ આપતા હોય છે, ત્યારે વલસાડ ની એક માત્ર ડીઝીટલ કહી શકાય તેવું આપણું આ આર.ટી.ઓ. કચેરી જાણે ગંદકી મુદ્દે કંઈક વધારેજ પ્રબળ હોય તેવું સાબિત થઇ રહ્યું છે , કારણ કે અહીં પ્રવેશ દ્વાર થી લઇ તમામ ઓફિસો બહાર કે પછી તમામ ટોયલેટો,પાણી ના પરબ બહાર , ઠરે-ઠરે ગંદકી,પાનમવાની પિચકારી,કચરા નો ઢગ જોઈ શકાય છે ,,
અમારી ટિમ જયારે આર.ટી.ઓ. કચેરી ના મકાન માં પ્રવેશી ત્યારેજ કચેરી ના અંદર ના ભાગે આવેલ જાહેર સૌચાલય જાણે ગંદકી ના ફૂલ લઇ આપણું સ્વાગત કરી રહી હોય તેવું દેખાય આવે છે કારણ કે આ સૌચાલય માં એટલા અંશે ગંદકી ફેલાઈ રહી છે કે કોઈ પણ માણસ નાક બંધ કરી ને પણ અંદર પ્રવેશ ન કરીશકે એવી હાલત છે એટલુંજ નહિ આર.ટી.ઓ. કચેરી ના તમામ ટોયલેટો,લેડીસ વોશરૂમ,ની આજ હાલત છે સાથે કચેરી ના પેહલા માળે આવેલ ઠંડા પાણી નું કુલર તો છેલ્લા 3માસ થી બંધ હાલત માં સડી રહ્યું છે જ્યાં જોવો ત્યાં બસ ગંદકી નજરે પડે છે , ત્યારે અમારી ટિમ આ અંગે આર.ટી.ઓ. કચેરી ના ઓફિસર પાસે સફાઈ મુદ્દે જવાબ માંગવા ગયા તો તેવો કેમેરો બંધ કરી દેવા આજીજી કરી એક બીજા અધિકારી ને ખો આપી પોતાની ફરજ થી બચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા, ત્યારે અમારી ફક્ત એકજ માંગ છે કે જે-તે અધિકારી આ તરફ ધ્યાન આપી કાયદાકીય પગલાં ભરી આર.ટી.ઓ. કચેરી માં બહાર થી આવતા અરજદારો ને પડતી મુશ્કેલી દૂર કરી પોતાના ફરજ નિભાવી કચેરી ના તમામ ગંદકી થી ભરપૂર ટોયલેટો,લેડીસ વોશરૂમ માં રોજ સફાઈ કરાવે અને પીવાની પાણી ની પડતી તકલીફ દૂર કરી યોગ્ય સગવડ કરાવે અને સ્વચ્છ ભારત માં પોતાનો પણ સહકાર આપી લોકો ને પડતી તકલીફ દૂર કરે તેવી માંગ ઉઠી છે