જામનગર દરેડ ગામમાં રહેતી યુવતીને લાલપુર તાલુકાના માધવપુર ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો જોકે આ યુવક તેનો પિતરાઈ ભાઈ છે. પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય એ સમય અને સંજોગો ને આધાર રાખે છે. એક એવો જ એક કિસ્સો લાલપુર પંથકના બે વિજાતીય પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો હતો.તે લોકોને એવું હતું કે સમાજ આ સબંધને ક્યારેય અપનાવશે નહીં મનમાં એવો વિચાર આવતા બંને ઘર છોડી ભાગી ગયા હતા. પણ આ સબંધને સમાજની અંદર લાવો યોગ્ય નહતું લાગતું આખરે આ પ્રેમીપંખીડાએ ઝેરપાન કરી દુનિયા છોડવાનો છેલ્લો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે આ પ્રયત્નોએ પણ એક બીજાને સાથ ન આપ્યો અને યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.અને યુવાન જીવન-મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝુલતો હતો કહેવાય છે ને કે આજના કળિયુગ માં છોકરા છોકરી ઓ કઈ પણ કરી બેસે છે આજના યુવક -યુવતી ને કોને પ્રેમ કરવો કોને નહિ કહેવાય છે ને કે પ્રેમ આધળો છે એવો એક પ્રેમ જેમાં લાલપુર તાલુકાના માધુપુર ગામે રહેતા યુવકને જામનગરના દરેડ ગામે રહેતી તેના જ કુટુંબની પિતરાઈ બેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સમયાંતરે બંને વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો કે એકબીજા વગર રહેવું જ મુશ્કેલ થઈ ગયું હતું
કુટુંબમાં રહીને પ્રેમને એકાત્મનું રૂપ આપવું શક્ય ન જણાતા બંને એ ઘરેથી ભાગી છૂટવાનો નિર્ણય કર્યો હતો. આખરે એક સમય એવો આવ્યો કે બને ને ઘર છોડવાનો વારો આવ્યો અને બંને ઘર છોડી ને ભાગી ગયા આ બાબતની બંનેના પરિવારને જાણ થતા બંનેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. લગ્ન કરવા સંભવ નથી. એવો ખ્યાલ આવતા બંનેએ માધુપુર ગામે એક સાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે બંને પિતરાઈએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ થતા જ યુવાનના પરિવાર જનોએ તાત્કાલિક ઘટના સ્થળેદોડી આવ્યા બંનેનેસારવાર હેઠળ જામનગર હોસ્પિટલ ખસેડ્યા હતા. જયા યુવતીનું મોટ નીપજ્યું હતું, જયારે યુવકની હાલત ગંભીર જણાતા તેમની સઘન સારવાર શરુ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા લાલપુર પોલીસે હોસ્પીટલ પહોચી યુવાનના પિતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં ઉપરોકત વિગતો જાહેર થઇ હતી. આ બનાવના પગલે જિલ્લાભરમાં ચકચાર મચી છે.