રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવના અહેવાલોને કારણે મંગળવારે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. BSE સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટીને 57 હજારના સ્તરની નીચે ખુલ્યો હતો. તે જ સમયે, NSE ના નિફ્ટી ઇન્ડેક્સે પણ 299 પોઇન્ટના જંગી ઘટાડા સાથે 17 હજારની નીચે આવીને ટ્રેડિંગ શરૂ કર્યું.રશિયા અને યુક્રેનમાં વધતા તણાવને કારણે નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર મજબૂત ઘટાડાની સાથે ખુલ્યું હતું. સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. બજારના બંને સૂચકાંકોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 1024 પોઈન્ટ ના ઘટાડા સાથે 57 હજાર ની નીચે આવી ગયો.અને 56,659ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ 299 પોઈન્ટ ઘટીને 17 હજારની સપાટીએ આવી ગયો હતો. હાલમાં નિફ્ટી 16,907 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આ ઘટાડાને કારણે બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં રોકાણકારોને લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.બજાર ખુલતાની સાથે જ લગભગ 254 શેર વધ્યા, 1932 શેર ઘટ્યા અને 48 શેર યથાવત રહ્યા. આ દરમિયાન સેન્સેક્સના તમામ 30 શેરો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, એલએન્ડટી, એશિયન પેઇન્ટ્સ, ટીસીએસ અને યુપીએલ ટોપ લુઝર્સમાં હતા, જ્યારે માત્ર ઓએનજીસી લાભાર્થીઓમાં હતી.અગાઉ સોમવારે જ્યાં સેન્સેક્સ 149 પોઈન્ટ ઘટીને 57,683 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 70 પોઈન્ટ ઘટીને 17,206 પર બંધ થયો હતો.
Monday, May 20