બિગ બોસના ફેન માટે સારા સમાચાર આવી ગયા છે. જે શો બધા જાણે જ છે અને જે શો થકી સલમાન ખાન સૌથી વધુ વિવાદ મા રહે છે. અને આ શો જલ્દી આગામી સિઝન લઈને આવી રહ્યો છે અને તે ટીવી પહેલા OTT પર રજૂ થશે ને જેનું નામ બિગ બોસ OTT આપવામાં આવશે.
લોકપ્રિય શો ને ટીવી પહેલા બિગ બોસ OTT પર રજૂ કરવામાં આવશે. Voot પર એક કલાક એપિસોડ સિવાય બિગ બોસ ઘર માં શું ચાલી રહ્યું છે તે ચોવીસ કલાક જોવા મળશે.
આ શોમાં બધા બદલાવ જોવા મળશે. આ શોમાં મોટા સેલિબ્રિટી સાથે જે નાના મોટા કલાકારો આવતા તેની જગ્યાએ હવે ની સિઝન મા નાના માણસો ની પણ એન્ટ્રી થશે અને દર્શકોનો ઉત્સાહ પણ વધશે કોને ઘરમાં રાખવો છે કે નહીં તે નક્કી થશે.
બિગ બોસના શો મા વીસ પ્રતિસ્પર્ધી વ્યક્તિમાં બાર ઘરમાં રહેશે અને આઠ દૂર થશે અને પછી ટીવી પર શો લાઇવ થશે. એવું કહેવાય છે કે શો પર કેટલાક સ્ટાર પણ આવશે અને આ શો કુલ છ મહિના સુધી ચાલુ રહેશે બિગ બોસ ટીમ તે તૈયારી સાથે આવી રહી છે.
શો ના મેકર્સ દર વખતે કંઈક નવુ ને નવુ લાવી રહ્યા હોય છે જોઈએ આ વખતે શું નવુ આવે છે.
સામાન્ય માણસોની એન્ટ્રીમાં શો પર કોને રાખવા અને કોને નહીં શો ના ફેન્સનો ઉત્સાહ વધારો કરશે. વીસ પ્રતિસ્પર્ધી માં ટીવી પર આવતા પહેલા 12 લોકોને રાખવામાં આવશે. શો ના મેકર્સ નવીન કરતા રહેશે જેથી લોકોનો ઉત્સાહ વધશે. સલમાન ખાન અને શો ના મેકર્સ ઈચ્છે છે લોકોનું શો મા પ્રેમ વધે અને લોકોનો ઉત્સાહ વધારવા આ શો 24 કલાક લાઇવ રહેશે. જેમાં બિગ બોસ ઘર મા શું ચાલી રહયું છે એ પણ દર્શકો જોઈ શકશે આનાથી બિગ બોસની પ્રસિધ્ધિ માં બહુ વધારો થશે.