આ વખતે 11 ડિસેમ્બરે રવિવારે છે અને તમારા માટે સારૂ રહેશે કે તમે આ રવિવાર આવતા પહેલા રૂમાલની વ્યવસ્થા કરીને રાખો. ખરેખર જોવામાં આવે તો ક્રિસમસથી 2 અઠવાડિયા પહેલાનો દિવસ એટલે કે, 11 ડિસેમ્બર વર્ષનો એ દિવસ હોય છે જે દિવસે સૌથી વધારે બ્રેક-અપ થાય છે. આ આંકડા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતા સ્ટેટસનાં આધારે તૈયાર કરાયા છે.
ફેસબુક પર મુકાતી અને બદલાતી આ પોસ્ટ્સનો અભ્યાસ કરવાવાળાઓનું માનીએ તો લોકો બ્રેક-અપ પછી ‘મૂવ ઓન’ થવામાં પણ વધુ વાર નથી લગાડતા. બ્રેક-અપની ‘સિઝન’ ક્રિસમસ અને એની આસપાસ જ શરૂ થાય છે. આવું થવા પાછળનાં ઘણા કારણો છે. ડોક્ટરનાં કહેવા મુજબ કેટલાક બ્રેક-અપ ગિફ્ટની લેવડ-દેવડ, મનગમતી ગિફ્ટ ન મળવી અથવા તો ગિફ્ટ ન મળવાને કારણે પણ થતા હોય છે.