નવી દિલ્લી, તા. ૧પઃ દિલ્હી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, સેકસને લગતા અપરાધમાં સ્ત્રી સાચું બોલે જ છે તેવું હંમેશાં માની ના લેવાય. હાઈકોર્ટે આ તારણ સાથે બળાત્કારનો આરોપ હતો તે યુવકને છોડી મૂકયો હતો. હાઈકોર્ટે કહ્યું છે કે યુવતી ૩૧ વર્ષની હતી, તે સેકસ સંબંધો વિશે જાણતી હતી તે સંજોગોમાં બળાત્કાર ના કહેવાય.
દિલ્હીના છાવલા વિસ્તારની યુવતી એક કંપનીમાં ટ્રેનિંગ લઈ રહી હતી અને આરોપી યુવક ટ્રેનર હતો. બન્ને વચ્ચે ઓળખાણ થઈ પછી ફોન પર વાતો કરવા લાગ્યા. તેમની મિત્રતા ગાઢ બની. અંતે બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા. બંને વચ્ચેના ,બંધો એકદમ ગાઢ બન્યા અને વાત શારીરિક સંબંધો સુધી પહોંચી ગઈ.
પોલીસના કહેવા અનુસાર જાન્યુઆરી ર૦૦૮માં યુવકે યુવતીને પોતાના દ્યરે બોલાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંનેએ એ રીતે પહેલી વાર સેકસ માણ્યું પછી આ સિલસિલો ચાલતો રહ્યો. ત્રણ વર્ષ પછી યુવતીએ ફરિયાદ નોંધાવી કે આરોપીએ તેની સાથે લગ્નનો વાયદો આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા.
પોલીસે ૬ ઓકટોબર ર૦૧૧ના રોજ કેસ દાખલ કરી યુવતીનું મેડિકલ ચેકઅપ કરતાં શારીરિક સંબંધો હોવાનું સ્થાપિત થયું. જો કે આરોપીએ કહ્યું કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. ટ્રાયલ કોર્ટે યુવકને નિર્દોષ છોડી કહેલું કે, કહ્યું કે મહિલાના નિવેદનમાં સ્પષ્ટતા અને એકાત્મકતા નથી.
ટ્રાયલ કોર્ટે એમ પણ કહ્યું કે શારીરિક સંબંધ માટે મહિલાની સહમતિ હતી અને આરોપીએ લગ્નનો વાયદો આપ્યો નહોતો. આરોપીને નીચલી કોર્ટે આરોપોથી મુકત કરી દીધો પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટે પણ કહ્યું છે કે, આ દ્યટનામાં યુવતીનું નિવેદન અવિશ્વસનીય છે તેથી યુવક પર રેપનો કેસ દાખલ કરી ના શકાય.
હાઈકોર્ટે કહ્યું કે યુવતી ૩૧વર્ષની હતી અને તે શારીરિક સંબંધનું પરિણામ જાણતી હતી. એ વાત પુરવાર નથી થઈ કે પીડિતે લગ્નના વાયદાને લીધે સેકસ માણવા સહમતી આપી હતી. મહિલાએ ત્રણ વર્ષ સુધી લગ્ન માટે આરોપી પર દબાણ પણ નહોતું કર્યું કે આ વાતની જાણ પોતાના માતા-પિતાને નહી કરી
યુવતીનાં માતા-પિતા તેના માટે છોકરો જોઈ રહ્યા હતા ત્યારે પણ તેણે નહોતું કહ્યું કે તે કોઈ બીજા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આરોપી અને યુવતી વચ્ચે જે ઈ-મેઈલના રેકોર્ડ છે તેમાં પણ આરોપીએ લગ્ન વિશે નથી કહ્યું. ર૦૦૮જાન્યુઆરીમાં પ્રથમ વખત શારીરિક સંબંધ બનાવ્યો ત્યારે પણ લગ્નનો વાયદો નહોત કર્યો.
યુવતી એ પછી સેકસ સંબંધો બાંધતી હતી છતાં તેણે કોઈ ફરિયાદ કરી નહોતી. ત્રણ વર્ષ સુધી તે લગ્નના કથિત વાયદા પર ચૂપ રહી અને તે દરમિયાન વારંવાર બન્નેએ શારીરિક સંબંધો બનાવ્યા. યુવતીએ યુવકને પોતાના દ્યરે બોલાવીને પણ યુવક સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સેકસ માણ્યું હતું.
હાઈકોર્ટે કહ્યું કે ૩ વર્ષ સુધી મહિલાએ પોતાની મરજીથી સંબંધો બનાવ્યા અને તેના વિશે કયારેય તેણે ફરિયાદ કરી નથી. યુવકે બીજી યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેણે ફરિયાદ કરી. આ દ્યટનામાં ટ્રાયલ કોર્ટ તરફથી આરોપીને મુકત કરવાનો નિર્ણય સાચો છે અને તેમાં દખલની જરૂરત નથી.