હળવદની રાજોધરજી હાઈસ્કૂલ નજીક રીક્ષા અને બાઈક અથડાતા યુવાનને ઈજા
હળવદ શહેરની રાજોધરજી હાઈસ્કૂલ પાસે બાઈક સવાર યુવાનને સીએનજી રીક્ષા ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર યુવાન પડી જતા ઈજા પહોંચી હતી અને અકસ્માત સર્જી વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે
હળવદના મહાદેવનગરના રહેવાસી કલ્પેશ દશરથભાઈ મળવણીયા (ઉ.વ.૩૩) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ હળવદ માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરતા હોય જેથી નોકરીએ જવા માટે તા. ૧૪ માર્ચના રોજ પોતાનું બાઈક જીજે ૩૬ એમ ૨૫૮૮ લઈને નીકળ્યા હતા અને નવ વાગ્યાના અરસામાં હળવદની રાજોધરજી હાઈસ્કૂલ ગેટ પાસે પહોંચતા સામેથી સીએનજી રીક્ષા આવી હતી અને બાઈકમાં જમણી બાજુ ભટકાડી દેતા બાઈક સાથે યુવાન રોડ પર પડી ગયા હતા જે સીએનજી રીક્ષાના નંબર જીજે ૧૩ એવી ૩૦૦૯ હતા અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા ત્યાં હાજર લોકોએ મદદ કરી હતી અને બાદમાં તેના મિત્રો આવીને હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા
આમ સીએનજી રીક્ષા જીજે ૧૩ એવી ૩૦૦૯ ના ચાલકે રીક્ષા પુરઝડપે ચલાવી ફરિયાદી કલ્પેશભાઈના બાઈક સાથે ભટકાડી અકસ્માત સર્જી યુવાનને ગંભીર ઈજા પહોંચાડી રીક્ષા લઈને નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે