31 ડિસેમ્બરની રાત્રે વિશ્વના જુદા જુદા દેશોમાં અનોખી પદ્ધતિઓથી નવા વર્ષનું સ્વાગત કરવામાં અાવે છે. 1 જાન્યુઆરીના દિવસે કેટલાક દેશમાં લોકો જુદી જુદી રીતથી નવા વર્ષની ઉજવણી કરે છે, પરંતુ કેટલાક દેશોમાં લોકો 1 જાન્યુઆરીથી નહી પરંતુ કોઈ નવી તારીખના નવા વર્ષને ખુશીના પ્રસંગની જેમ ઉજવે છે. દેશ-વિદેશના આ સ્થાનો પર કોઈ અલગ દિવસની ઉજવણી નવા વર્ષથી ઘણા અમેઝિંગ ફેક્ટ્સ જોડાયેલા છે. આજે અમે તમને દેશ અને વિદેશના કેટલાક અાવા સ્થળો વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં નવા વર્ષની શરૂઆત કોઈ અન્ય દિવસે થાય છે. અાપને અાજે અાવા દેશો વિશે જણાવીશુ જ્યાં કોઈ બીજા દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં અાવે છે.
1. જાપાન
જાપાનીઝ લોકો પહેલા 20થી 1 ફેબ્રુઆરી વચ્ચે નવા વર્ષની ઉજવણી થાય છે, જે ને યાબૂરી કહે છે. હવે જાપાનીઓ નવા વર્ષની ઉજવણી 3 જાન્યુઆરીએ કરે છે.
2. તામિલનાડુ
તામિલનાડુમાં અધિકૃત રીતે 15 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં અાવે છે.તામિલ લોકો આ ઉત્સવને પૉંગલ પણ કહે છે
3. થાઇલેન્ડ અને મ્યાનમાર
થાઇલેન્ડ અને મ્યાનમારમાં નવું વર્ષ 13થી 15 એપ્રિલે ઉજવાય છે. મ્યાનમારમાં તેને તિજાન પણ કહે છે. આ સમયે લોકો ખુબજ ધામધુમથી નવા વર્ષની ઉજવણી કરે છે.
4. ગુજરાત
ગુજરાતી અને મારવાડી લોકો દિવાળી પર જ પોતાના નવા વર્ષની ઉજવણી કરે છે તે લોકો માટે દિવાળી જ નવા વર્ષની શરૂઆત થાય છે.
5. ઇરાન
ઇરાનમાં ઉજવાયેલા નૌરોઝ એટલેકે નવા વર્ષમાં સૂર્યનો મેશ રાશીમાં પ્રવેશ થતા મનાવાય છે. આ લોકો પ્રાચીન કાળથી આ જ દિવસે નવા વર્ષનો પ્રારંભ અને ઊજવણી કરે છે.
6. મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદા પર ગુડી પડવા તરીકે મનાવાય છે. તે જ કર્ણાટકના લોકો ચૈત્ર મહિનાના પહેલા દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.