બનાસકાંઠાના છાપીના ડાયમંડ કોમ્પલેક્ષ આગળ પાર્ક કરેલી 108 વાન ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં ભારે દોડધામ મચી જવા પામી છે. 108ના કર્મીઓ કોમ્પલેક્ષમાં આવેલા રૂમમાં સુતા હતા તે સમય દરમિયાન એમ્બ્યુલન્સની ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
વિગત મુજબ ગઈ રાત્રીના સમયે અજાણ્યા શખ્સો 108 વાન લઈને થયા ફરાર ગયા હતા.108 વાનની ચોરી થતા આરોગ્ય અધિકારીઓમાં ભારે હોબાળો મચી ગયો છે.108ના કર્મચારી અને અધિકારીએ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.