જામનગર જિલ્લાના અંબાળા ગામના 1 વર્ષના બાળકને ગઈકાલે કોરોનાના લક્ષણો જણાતા તેને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. તેનું આજે વહેલીં સવારે મૃત્યુ નીપજ્યું હતું. હજુ બાળકનો કોરોનાનો રિપોર્ટ સાંજે આવશે. મોરબીમાં સોમવારના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના અંબાળા ગામના બાળક સહિત 2 બાળકમાં કોરોનાના લક્ષણ સામે આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને સેમ્પલ માટે જામનગર મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. ધ્રોલ તાલુકાના અંબાળા ગામના બાળકનો કોરોના અંગેનો રિપોર્ટ આવે તે પહેલાં આજે સવારે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી ગઈ છે. અને જામનગરથી રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ એક પરિવારનું લાડકવાયા બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Thursday, May 2