14 જાન્યુઆરીએ તામિલનાડુ સાથે દક્ષિણમાં ઉજવામાં આવતા પોંગલથી સુરતને કરોડોનો વેપાર થયો.જેમાં સ્થાનિક ટેક્સટાઇલ ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવતા કાપડનાં હજારો પાર્સલ અટવાયાં છે.
તામિલનાડુમાં ભારે વરસાદ અને પૂરને કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને 150 કરોડનું નુકસાન થવાની શકતા છે. જેમાં સાઉથમાં ઉજવામાં આવતા તહેવાર પોંગલના લીધે ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં તૈયારી શરૂ કરી દેવામાં આવે છે . પણ અત્યારે પૂરની સ્થિતિને લીધે હજારો પાર્સલ અટકયા છે.
છેલ્લાં 2 વર્ષમાં એટલો વેપાર નતો થયો જેટલો આ વર્ષે દિવાળીએ વેપાર થયો હતો. આ વર્ષે દિવાળીએ ટેક્સટાઈલ વેપારીઓને 16 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો . દિવાળી પછી શરુ થનારી લગ્નની સીઝન માટે સુરત ના ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એમાં દક્ષિણમાં તામિલનાડુ રાજ્યમાં ઉજવામાં આવતા પોંગલ તહેવાર માટે પણ સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા પેહલેથીજ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવામાં આવે છે.
સુરતના વેપારીઓ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર મહિના માંજ પોંગલ તહેવાર માટે તૈયારી શરૂ કરીને ટેક્સટાઈલનાં પાર્સલો મોકલવામાં આવે છે ,પણ થોડા દિવસથી તામિલનાડુમાં ભારે વરસાદ અને અમુક શહેરોમાં પૂરના લીધે સુરતના ટેકસટાઈલ ઉદ્યોગ પર એની ખરાબ અસર પડી છે. સ્થાનિક કાપડ વેપારીઓના કેહવા પ્રમાણે , અત્યારે તામિલનાડુ માટેનાં હજારો પાર્સલો અટકી પડ્યાં છે. તોફાની વરસાદના લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને 150 કરોડથી વધારેનું નુકશાન થવાની સંભાવના છે.
નવેમ્બર-ડિસેમ્બરથી જ તૈયારી થવા લાગે છે
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, જાન્યુઆરી મહિનામાં દક્ષિણમાં પોંગલનો તહેવાર આવે છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બર પછી આ તહેવાર માટે તૈયારીઓ શરૂ કરવામાં આવે છે .પણ તામિલનાડુમાં વરસાદ અને પૂરની સ્થિતિને લીધે અત્યારે માલ મોકલવાનું અટકાઈ ગયું છે, જેને લીધે સુરતના વેપારીઓને નુકસાન ભોગવું પડશે.