28 દિવસ સુધી સ્માર્ટ ફોન પર સક્રિય રહે છે કોરોના વાઈરસ
કોવિડ -19 મહામારીના પ્રારંભિક તબક્કે, વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોરોના વાયરસ ત્રણ કલાકથી સાત દિવસ સક્રિય રહે છે. હવે એક અભ્યાસમાં, ઓસ્ટ્રેલિયાના સંશોધનકારોએ શોધ્યું છે કે સ્માર્ટ મોબાઇલ ફોનની સ્ક્રીન જેવી સરળ સપાટી પર આ વાયરસ 28 દિવસ સક્રિય રહે છે. આ વાયરસ ઓછા તાપમાને વધુ સક્રિય અને વધુ તાપમાને ઓછો સક્રિય રહે છે.
ચલણી નોટો, કાચ અને સ્ટેઈનલેસ સ્ટીલ પર લાંબો સમય ટકે છે વાઈરસ :
ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિપેડનેસ (એસીડીપી) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે નીચા તાપમાન, કાચ, સ્ટેઈનલેસ સ્ટીલ વગેરે જેવા નીચા તાપમાન, છિદ્રો વગરની, ચીકણી સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી સક્રિય રહે છે. તેનાથી વિપરિત, છિદ્રોવાળી સપાટી પર કોરોના વાયરસ ઓછો સક્રિય છે.
કોમનવેલ્થ સાયન્ટિફિક અને ઓદ્યોગિક સંશોધન સંસ્થા અને ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વિજ્ઞાન એજન્સીએ પણ શોધ્યું છે કે વાયરસ પ્લાસ્ટિક ચલણ કરતાં કાગળની નોટો પર વધુ સમય સુધી સક્રિય રહી શકે છે. આ અભ્યાસ વિજ્ઞાન પત્રિકા વાયરોલોજીમાં પ્રકાશિત થયો છે.
20 ° તાપમાનમાં વાયરસનું જીવન વધે છે :
એસીડીપીના ડેપ્યુટી ડિરેક્ટર, ડેબી ઇગલ્સએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે 20 ° સે તાપમાનમાં કોરોના વાયરસ ખૂબ લાંબા સમય સુધી સક્રિય રહે છે. તે મોબાઇલ ફોન સ્ક્રીન જેવી લીસી સપાટી પર 28 દિવસ સક્રિય રહી શકે છે. જો કે, તે જ તાપમાને, ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફક્ત 17 દિવસ માટે સક્રિય રહી શકે છે. સીએસઆઈઆરઓના ચીફ એક્ઝિક્યુટિવ લેરી માર્શલના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ સપાટી પર કેટલો સમય સક્રિય રહે છે તે જાણીને તેના ફેલાવાને રોકવામાં મદદ મળે છે.
કોરોનાની અસર 30-40 ડિગ્રીએ ઘટે છે :
કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના નમૂનાઓ અલગ અલગ સપાટી લગભગ એક મહિના માટે પર મૂકવામાં આવ્યા. ત્યારબાદ, કોરોના વાયરસના સક્રિય રહેવાના સમયગાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. ત્યારબાદ કોરોના વાયરસનું પરીક્ષણ 30 અને 40 ° સે તાપમાને પણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે વાયરસના સક્રિય રહેવાનો સમયગાળો ઓછો થતો ગયો. આ પ્રયોગ અંધારામાં હાથ ધરવામાં આવ્યો હતો, કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો (યુવી લાઇટ) અને સૂર્યપ્રકાશ કોરોના વાયરસના સક્રિય હોવાના સમયગાળાને ટૂંકા કરે છે.