નવી દિલ્હી- જ્યારે પણ કોઈ પાસે છુટા પૈસા અાપવાની વાત અાવે ત્યારે મોટાભાગે નનૈયો સાંભળવા મળે છે. હા છુટા લેવા કે અાપવા અે રોજીંદી જીંદગીનો સામાન્ય બનાવ છે. અામ છતા નાની મોટી ખરીદી કે લેવડદેવડમાં હંમેશા મુશ્કેલી અનુભવાય છે. ચિલ્લરને સંભાળવુ ખુબજ મુશ્કેલ છે.કેમકે જ્યારે છુટા પૈસા વટાવવાની વાત અાવે ત્યારે અાજ પૈસા માથાનો દુખાવો બની જાય છે. અામ છતા અેક શખ્સે અેવું કામ કર્યુ જે જોઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે.
નવી દિલ્હીમાં જી હા અેક ભાઈ ગાડીના શો-રૂમમાં પહોંચી ગયા શોરૂમમાં અેક ગાડી તેમને ખુબજ પસંદ પડી અને તેમણે ખરીદી પણ લીધી છે. અા વાત સામાન્ય છે પણ હવે જે સાંભળશો તે સાંભળીને તમને પણ કુતુહૂલ થશે. જ્યારે અા શખ્સે ગાડી ખરીદી ત્યારે પેમેન્ટ કરતી વખતે 5થી ત્ર મોટા બોક્સ કાઢ્યા અાસપાસ સૌ કોઈ અા શખ્સને તાકી રહ્યા તેમણે અા બોક્સમાંથી 6 લાખનું ચિલ્લર કાઢ્યુ જેને જોઈને સ્વાભાવિક રીતે શોરૂમનો માલીક ગુસ્સે ભરાયો તેમણે અા રકમ લેવાની મનાઇ કરી તો અા શખ્સે કહ્યુ તમે ના કેમ પાડો છો અા ચલણી નાણું છે અને તમારે સ્વીકારવું જ પડશે.
અંતે શોરૂમના માલીકે તેના તમામ સ્ટાફને કામે લગાડી છુટા પૈસા ગણવા બેસાડી દીધા. 4 કલાકની મહેનત પછી અાટલા પૈસાની ગણતરી થઈ શકી અને શોરૂમના માલીકે રાહતનો શ્વાસ લીધો. અા ભાઈતો હરખાતા હરખાતા ગાડી લઈને ચાલ્યા.
રોજબરોજના જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બની જાય છે કે તેની નોંધ લેવાઈ જાય છે.