દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર છે. સરકારી તેલ કંપનીઓએ લગભગ બે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે બીજી તરફ ટુંક સમયમાં સીએનજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે કેટલીક જગ્યાએ સીએનજીની કિંમત પેટ્રોલની કિંમત જેટલી અથવા તો તેનાથી પણ વધુ થઈ ગઈ છે. આવું જ કંઈક ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળ્યું છે. પહેલા પેટ્રોલ અને ડીઝલ કરતા સીએનજીના ભાવ ઓછા હતા, પરંતુ હવે સીએનજી પણ લોકોને મોંઘો પડી રહ્યો છે.
પ્રજા પર મોંઘવારીનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. હવે કેટલીક જગ્યાએ સીએનજીના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલની કિંમત 96.57 રૂપિયા છે. જ્યારે ડીઝલ અહીં 89.76 રૂપિયામાં મળે છે. જો કે અહીં સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. ગ્રીન ગેસ લિમિટેડ (GGL) એ રવિવારે લખનૌ અને ઉન્નાવમાં CNGના ભાવમાં 5.3 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે.
આ સાથે, મંગળવાર, 1 ઓગસ્ટથી રાજધાની લખનૌમાં લોકોએ CNG માટે પ્રતિ કિલો 96.10 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય ઉન્નાવમાં ઉન્નાવમાં 97.55 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે. આ નાણાકીય વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે CNGના ભાવમાં વધારો થયો છે.
આ વર્ષે માર્ચ મહિનાથી સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ જુલાઈમાં CNGની કિંમત લખનૌમાં 90.80 રૂપિયા પ્રતિ કિલો અને ઉન્નાવમાં 92.25 રૂપિયા હતી. અગાઉ મે મહિનામાં GGLએ રૂ.