જેરેડે પોતાની પત્નીને ખુશ કરવા માટે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, તેણે આ ફોટોગ્રાફી એકલાએ જ કરાવ્યું. જેરેડ અમેરિકાના Kentucky માં રહે છે, તેની પત્ની કેલ્સી બ્રેવર માતા બનવાની છે.
જેરેડની પત્ની તેને મેટરનિટી ફોટોશૂટ માટે ખૂબજ ઉત્સાહિત હતી પરંતુ ડૉક્ટરે તેને બેડ રેસ્ટ કરવાનું કહ્યું. ત્યારબાદ જેરેડે પત્નીને ખુશ કરવા માટે જાતે જ ફોટોશૂટ કરાવ્યું. કેલ્સીએ ફેસબુક પર જેરેડની તસવીરો પોસ્ટ કરી છે, આ તસવીરો કેલ્સીની બહેન કિયાના સ્મિથરે લીધી છે. પહેલાં આ ફોટોશૂટ વિશે કેલ્સીને કઈં જ ખબર નહોંતી, જ્યારે તેણે ફોટોઝ જોયા તો ખુશીથી તેની આંખમાં આંસુ આવી ગયાં.