જામનગરના કાલાવાડના છત્તર ગામમાંથી નકલી દૂધ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે.LCB પોલીસને માહિતી મળતા પોલીસે છત્તર ગામમાં રહેણાંક મકાનમાંથી કૌભાંડ ઝડપી પાડયુ હતું.ઘરમાં નકલી પાવડર અને સોયાબીન તેલમાંથી દૂધ બનાવવામાં આવતુ હતું.
ત્યારે હવે પોલીસે દરોડા પાડીને 500 લીટર દૂધ અને 1 ટેન્કર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે પોલીસે 1 વ્યક્તિની ધરપકડ પણ કરી છે.ત્યારે હવે પોલીસે દરોડા પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે સોયાબીનની તેલમાંથી બનાવવામાં આવતા દૂધનું વેચાણ કરવામાં આવતુ હતુ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા.
ત્યારે જામનગરની સ્થાનિક LCBએ આ ઘર પર દરોડા પાડતા આશરે 500 લીટર જેટલું બનાવટી દૂધ પકડી પાડેલ આ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી.