આફ્રિકાનાં સહારાનું રણ પોતાના આકારને કારણે ફેમસ છે. તેને દુનિયાનું સૌથી મોટું રણ કહેવામાં આવે છે. અહીં ઘણા ટુરિસ્ટો ફરવા માટે આવે છે. પરંતુ તેનાં ગર્ભમાં એવી વાતો દફન છે જેનાં વિશે જાણી લો તો તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થશે. આજે અમે તમને તેનાં રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ રણમાં હાજર બ્લૂ આંખો તેને વધારે પોપ્યુલર બનાવે છે. આ બ્લૂ આંખો અંતરિક્ષથી દેખાય છે. આ વાત વિશે અત્યાર સુધી કોઈ જાણી શક્યુ નથી કે આ વિશાળ રણમાં આ કલાકૃતિ કેવી રીતે બની? તમને જાણીને આશ્વર્ય થશે કે સહારાનાં રણની આ બ્લૂ આંખો અંતરિક્ષમાંથી પણ દેખાય છે.
પોતાની જાતે વધતો અને ઘટતો રહે છે
સહારાનાં રણનો આકાર પોતાની જાતે વધતો-ઘટતો રહે છે. કહેવામાં આવે છેકે, પાછલાં 100 વર્ષમાં આ રણનો આકાર 9 લાખ વર્ગ કિલોમીટર સુધી વધ્યો છે. તેની પાછળનું કારણ કોઈ જાણતું નથી પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છેકે, તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે.
બરફ પડે છે અહીં
અત્યાર સુધી તમે સાંભળ્યુ હશે કે, રણમાં રેતી જ રેતી હોય છે. પરંતુ કદાચ આ દુનિયાનું એકમાત્ર રણ છે. જ્યાં બરફ પડે છે. અહીંયા બરફ એટલો પડે છેકે, રણ સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે. લાલ રેતી પર સફેદ ચાદર તેને વધુ સુંદર બનાવે છે.
8 દેશમાં છે સહારાનું રણ
જો કોઈને પુછવામાં આવે કે સહારાનું રણ ક્યાં છે તો તેનો જવાબ સૌથી વધારે લોકો સાઉદી અરબ કહેશે, પરંતુ શું તમે જાણો છો કે સહારાનું રણ કુલ 8 દેશોમાં છે. આખું રણ આફ્રીકા મહાદ્વીપમાં હાજર છે. પરંતુ જો દેશની વાત કરીએ તો તે કુલ 8 દેશોમાં હાજર છે.
અહીં ભટકી જાય છે લોકો
આ રણ એક-એક સેકન્ડે બદલાતું રહે છે, એટલે જ કદાચ અહીં આવતા સૌથી વધારે લોકો ભૂલા પડે છે. અહીં હવાનાં વંટોળની સાથે રેતીનાં ટેકરાઓ બદલાતા રહે છે. જો તમે અહીં મેપ કે દિશા સૂચક યંત્ર લીધા વગર જશો તો તમારા ભૂલા પડવાનાં ચાન્સ હજાર ગણા વધી જશે.