કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર જેવલિન પ્લેયર નીરજ ચોપરા ઈજાના કારણે બહાર થઈ ગયો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે તાજેતરમાં પૂર્ણ થયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરા શાનદાર ફોર્મમાં હતો અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ જીતવાનો મોટો દાવેદાર હતો, પરંતુ ઈજાને કારણે તે ભાગ લઈ શકશે નહીં. IOAના મહાસચિવ રાજીવ મહેતાએ જણાવ્યું કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઈજાને કારણે તે ફિટ નથી.
Neeraj Chopra will not take part in #CommonwealthGames2022. He is not fit as he got injured in the finals of World Athletic Championship. He informed us about this: Rajeev Mehta, Secretary General, IOA to ANI
(File photo) pic.twitter.com/5QgbMaZHuw
— ANI (@ANI) July 26, 2022
નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું. ભારતને તેની પાસેથી મેડલની ઘણી આશા હતી. હવે ભારતની મેડલની આશાને મોટો ઝટકો લાગ્યો છે.
નીરજ ચોપરાએ તાજેતરમાં સમાપ્ત થયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ફાઇનલમાં તેની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી, પરંતુ તેણે પોતાનું પ્રદર્શન સુધારીને મેડલ કબજે કર્યો હતો. તેણે 88.13 મીટરનો થ્રો ફેંક્યો હતો. તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બન્યો છે. તેમના પહેલા અંજુ બોબી જ્યોર્જ 2003 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી ચૂકી છે. તેણે લાંબી કૂદમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.