વાત કરીએ અૈશ્વર્યા રાય બચ્ચનની તો તેમની દરેક નાનીમાં નાની ખબર પણ મીડિયામાં ગોસિપનો ભાગ બની જાય છે. આરાધ્યા અૈશ્વર્યા રાય બચ્ચનની દીકરી હોવાનો દાવો કરતા કહ્યુ કે આરાધ્યા અૈશ્વર્યાની એકમાત્ર દિકરી નથી. સંગીતે મીડિયા સામે દાવો કરતા જણાવ્યુ કે તેનો જન્મ અૈશ્વર્યાના મિસ વર્લ્ડ બનતા પહેલા જ વર્ષ 1988માં આઇવીએફ ટેક્નિકથી લંડનમાં થયો હતો. તેના જણાવ્યા અનુસાર તે પોતાના નાના અને નાની સાથે શરૂઆતના બે વર્ષ સુધી જ રહ્યો હતો અને ત્યારબાદ તે ચોડાવરમમાં રહેવા લાગ્યો.
આ ઉપરાંત સંગીતે એક બીજો ચોંકાવનારો દાવો કર્યો છે કે અૈશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક એકબીજાથી અલગ રહે છે. તેણે મીડિયાની સામે 27 વર્ષોથી અલગ રહ્યા હોવાની વાત જણાવતા કહ્યુ કે તે ઇચ્છે છે કે હવેથી તે સગા-સંબંધીઓએ બાળપણથી જ આ બધી હકીકતથી દૂર રાખ્યો હતો અને એટલા માટે તે અત્યાર સુધી પોતાની માતાથી દૂર રહેતો હતો.
સંગીતે મીડિયા સામે આટલા બધા દાવા કર્યા પરંતુ કોઇ પણ વાતનો તેણે કોઇ પુરાવો રજૂ કર્યો નથી. સંગીત જે ઉંમરમાં પોતાની જન્મની વાત કરી રહ્યો છે ત્યારે અૈશ્વર્યા રાય બચ્ચનની ઉંમર 14 વર્ષની હતી. આ ઉપરાંત તેણે પોતાના નાનાની અવસાન એપ્રિલ 2017માં થયુ હોવાનું જણાવ્યું જ્યારે અૈશ્વર્યા રાય બચ્ચનના પિતાનું અવસાન માર્ચ 2017માં થયુ હતુ.