કરચલાને સમુદ્ર વ્યંજનોમાં સૌથી સ્વાદિષ્ટ ખોરાક માનવામાં આવે છે. પરંતુ કરચલાની એક ખાસ પ્રજાતિ તમારા જીવનને બચાવવા માટે પણ પ્રખ્યાત છે. હવે આ કરચલો પણ તમને કોરોનવાયરસ થી બચાવવાનો છે. આ હકીકત છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હવે આ ખાસ કરચલામાંથી રસી તૈયાર કરી રહ્યા છે. સમુદ્રમાં મળતો હૉર્શૂ કરચલો-કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં મદદગાર સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કરચલાની આ વિશેષ દરિયાઈ પ્રજાતિમાં સામાન્ય બ્લૂ રંગનું લોહી હોય છે જેનો ઉપયોગ વિવિધ રોગોની રસી તૈયાર કરવામાં કરવામાં આવે છે.
હવે આ કરચલાનું લોહી પણ કોરોના વાયરસ સામે લડવામાં મદદગાર સાબિત થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હોર્શૂ ક્રેબ લગભગ 30 કરોડ વર્ષોથી પૃથ્વી પર હાજર છે. આ કરચલાની 10 આંખો હોય છે. અત્યાર સુધીમાં વિશ્વના તમામ રોગોની સારવારમાં મદદગાર સાબિત થયું છે. કોઈ પણ રસીમાં એક પણ બેક્ટેરિયા હાજર હોવા ન જોઈએ, નહીં તો માણસો મરી શકે છે. હોર્શૂ કરચલાના બ્લૂ લોહી રસીમાં હાજર બેક્ટેરિયાને મારી નાખે છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ રસીમાં ખાસકરીને આ કરચલાનાં લોહીમાંથી બેકટેરિયાના ચેપને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે.