મિસૌરીના એક ઝૂમાં બૉલ પાઈથને કેટલાય ઈંડાને જન્મ આપ્યો છે. જેને જોઈ ઝૂ કીપર્સ પણ હેરાન થઈ ગયા છે. સેંટ લૂઈસ પોસ્ટ ડિસ્પૈચના જણાવ્યા અનુસાર સેંટ લૂઈસ ઝૂમાં 62 વર્ષિય ફિમેલ બૉલ અજગર છેલ્લા 15 વર્ષથી કોઈ મેલ અજગરના સંપર્કમાં આવી નથી. તેમ છતાં પણ તેણે ઈંડા આપ્યા છે. આ ઘટનામાં હૈરાન કરનારી વાત એ છે કે, બૉલ પાઈથન 6 વર્ષની ઉંમરમાં જ ઈંડા આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષની ઉંમરે આવતા આવતા તે ઈંડા આપવાનું બંધ કરી દે છે. આ ઘટના બાદ જૂલોજિકલ મેનેજર માર્ક વાનનેર કહે છે કે, આ દુનિયાની સૌથી વૃદ્ધ માદા અજગર છે. જેને આટલી ઉંમરે ઈંડા આપ્યા છે. ફેસબુક પર શેર કરેલી એક પોસ્ટમાં કહેવાયુ છે કે, બોલ પાઈથન, જે મધ્ય અને પશ્ચિમી આફ્રિકામાં જોવા મળે છે. જે યૌન અને અલૈંગિંક પ્રજનન કરવા માટે ઓળખાય છે. જેને ફેંક્સેટિવ પાર્થેનોજેનેસિસ કહેવાય છે. ઝૂના સત્તાવાળાએ લખ્યુ છે કે, સાંપ પણ સ્પર્મને સ્ટોર કરવા માટે જાણીતુ છે. ત્યારે હવે સવાલ એ થાય કે, બંનેમાંથી કયુ સ્પષ્ટીકરણ સાચુ છે. જેનેટિક ટેસ્ટિંગ વગર ઝૂના કર્મચારીઓને એ ખબર નહીં પડે કે, બોલ પાઈથને યૌન અથવા અલૈંગિંક રૂપથી પ્રજનન કર્યુ છે.