કોઈ પણ પરિવારમાં નાના બાળકનો અવાજ તે ઘરમાં ખુશીનો માહોલ લઈને આવે છે. ક્યારેક ક્યારેક અમુક ઘરોમાં જોડીયા બાળકો પણ આવે છે. જેનાથી લોકોમાં પણ ડબલ ખુશી આવે છે. પણ જો એક સાથે ચાર બાળકો આવે તો…ચાર ગણી ખુશી આવે ને…આવી જ એક ખુશીઓથી ભરેલો માહોલ એક દંપત્તિના ઘરેના આવ્યો હતો. છત્તીસગઢના કોસાબાડી વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાને એક સાથે ચાર બાળકોનો જન્મ થયો છે. આ તમામ બાળકો સ્વસ્થ છે અને મહિલાની હાલત પણ સારી છે.કૃષ્ણા હોસ્પિટલમાં એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે. જન્મ લેનારા ચાર બાળકોમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. આ તમામ નવજાત સ્વસ્થ છે. કોરબા જિલ્લા અંતર્ગત આવતા રિસ્દી નિવાસી પ્રિયંકા કિરણને પ્રસૃતિની પીડા થતાં તેને કોસાબાડીની કૃષ્ણા હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ અગાઉ આ દંપતીને લગ્નના સાત વર્ષ સુધી એક પણ સંતાન થયુ નથી. દંપતિએ તેના માટે અનેક સારવાર કરાવી પણ સંતાન થયા, જો કે, અચાનક એવો ચમત્કાર થયો કે, આ મહિલાને એક નહીં પણ ચાર સંતાનો આવ્યા છે. આશ્ચર્યની વાત તો છે કે, આ નવજાતને જોવા માટે લોકો હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ તમામ બાળકો આઠમા મહિને આવ્યા છે.
Sunday, May 19