ફ્લિપકાર્ટ અને અમેઝોન પર સેલની શરૂઆત થઈ ચૂકી છે. ફ્લિપકાર્ટના ‘બિગ શોપિંગ ડેઝ’ અને અમેઝોનનો ‘સમર સેલ’ 13-16 મે સુધી ચાલશે. બંને ઈ-કોમર્સ કંપનીઓ મોબાઈલ, ટીવી, કપડાં, જૂતા, પર્સનલ ગ્રુમિંગની વસ્તુઓ પર ભારે ડિસ્કાઉંટ મળશે. એમેઝોન કપડાં પર 50-80 ટકા ડિસ્કાઉંટ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટ પણ આટલી જ છૂટ સાથે ગ્રાહકોને ફાયદો કરાવી રહ્યું છે. ફ્લિપકાર્ટના મતે કપડાંની શરૂઆતની કિંમત માત્ર 99 રૂપિયા છે. અમેઝોન પર બ્રાંડડે જૂતાં પર 40-80 ટકા ડિસ્કાઉંટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ પણ અમુક બ્રાંડ પર 40-80 ટકા ડિસ્કાઉંટ આપી રહ્યું છે. પૂમા, લોટો વગેરે પર 60-80 ટકા ડિસ્કાઉંટ મળી રહ્યું છે. અમેઝોન ટાઈટન, કેસિઓ, ફાસ્ટ્રેક જેવી બ્રાંડ પર 70 ટકા છૂટ આપે છે. તો ફ્લિપકાર્ટ પર ઘડિયાળો 80 ટકા ડિસ્કાઉંટે મળી રહી છે. ઓનલાઈન શોપિંગમાં મોબાઈલ અને ટીવી જેવી પ્રોડક્ટ્સનો મોટો હિસ્સો છે. બંને કંપનીઓએ આ બાબત ધ્યાનમાં રાખીને ઓફર્સ મૂકી છે. ફ્લિપકાર્ટ સેમસંગના 49 ઈંચના સ્માર્ટ કર્વ્ડ LED TV પર 30 હજાર રૂપિયાનું ડિસ્કાઉંટ આપી રહ્યું છે. સેમસંગ ગેલેક્સી ઓન નેક્સ્ટ મોબાઈલ પર પણ 7 હજાર રૂપિયાની છૂટ છે. આ સિવાય શાઓમી, માઈક્રોમેક્સ, LG, ઓપ્પો વગેરે બ્રાંડ્સ પર પણ ડિસ્કાઉંટ છે. અમેઝોન પણ મોબાઈલ અને એસેસરીઝ પર 40 ટકા ડિસ્કાઉંટ આપી રહ્યું છે.ફ્લિપકાર્ટ પર HDFC બેંકના ડેબિટ કાર્ડથી શોપિંગ કરવા પર 10 ટકાથી વધુ ડિસ્કાઉંટ મળી રહ્યું છે. જો તમે EMI પર કોઈ વસ્તુ ખરીદો છો તો પણ આ ડિસ્કાઉંટ મળશે. શરત એટલી કે તમારે 4,999 રૂપિયાની શોપિંગ કરવી પડશે. દરેક કાર્ડ પરથી 1,500 રૂપિયાની છૂટ મળશે. ફ્લિપકાર્ટ અને અમેઝોન બંને કંપનીઓ મોટાભાગની વસ્તુઓ પર નો કોસ્ટ EMIની સુવિધા આપી રહી છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.