યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલીએ ઇ-કૉમર્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવે પતંજલીના ઉત્પાદનોને ઓનલાઇન વેચવા માટે મુખ્ય ઇ-રિટેલર Amazon અને Flipkart સાથે કરાર કર્યો છે.બાબા રામદેવે તેના અા પ્રોજેક્ટને ‘હરીદ્વારથી હર દ્વાર’ સુધીનો નારો આપ્યો છે.હવે ગ્રાહક પતંજલીના ઉત્પાદનોને Amazon, Flipkart, પેટીએમ, ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકશે.
આથી સ્પષ્ટ છે કે એફએમસીજી માર્કેટમાં ધૂમ મચાવ્યાપછી ઇ-કૉમર્સ ક્ષેત્રે આવવાથી પતંજલીનો વિસ્તાર ઘણો વધશે.પતંજલીની ઇ-કોમર્સ www.patanjaliayurved.net ના નામથી છે રામદેવ હંમેશાં જ સ્વદેશી નારો બુલંદ કરી રહ્યા છે.નવી દિલ્હીમાં આ કાર્યક્રમમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણ ઉપરાંત Amazon-Flipkart ગ્ર્રોફર્સ સહિત અન્ય મુખ્ય ઈ-રિટેલરો સામેલ હતા.હાલના સમયે પણ પતંજલી તેના અંગત પોર્ટલથી ઓનલાઈન ઉત્પાદનોનું વેચાણ કરે છે.આ ઉપરાંત અન્ય સેલર્સ પણ પતંજલીના ઉત્પાદનો ઓનલાઇન વેચી રહ્યા છે, પણ પતંજલી હવે પોતે મોટા પ્રમાણમાં ઑનલાઇન આવે છે અને તેના પ્રોડક્ટ્સનું વેચાણ કરવા તૈયાર છે.તેનો અર્થ એ છે કે પતંજલી હવે સિધુ જ વેચાણ ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર પ્રોડક્ટ્સ વેચશે.
નાણાકીય વર્ષ 2016-17માં પતંજલીનું ટર્નઓવર 10,500 કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.લોકો સ્વદેશી અને સસ્તા હોવાના કારણે પતંજલી તરફ વળ્યા છે. મોટી મોટી ઇન્ટરનેશનલ કંપનીઓને પણ પતંજલી હફાવી રહ્યું છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.