ઓનલાઇન પ્લેટફોર્મ મારફત નકલી માલ વેચવા બદલ અમેરિકામાં અલિબાબાની eBay અને Taobao જેવી શોપિંગ સાઈૉ્સને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.એવું માનવામાં આવે છે કે આ શોપિંગ સાઇટ્સ પર લાંબા સમયથી નકલી સામાન વેચવામાં આવી રહ્યો છે, જેના કારણે તેમને હવે બ્લેકલિસ્ટેડ કરવામાં આવી છે.
ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ) એ સીનેટને જણાવ્યું છે કે ચીનની આ ઑનલાઇન સાઇટ્સ દ્વારા લગભગ અડધો નકલી માલ વેચાતો હતો.એવું માનવામાં આવે છે કે ચાઇનીઝ ઓનલાઇન શોપિંગ સાઇટ Taobao પર મોટા ભાગની Gucci હેન્ડબેગ્સ અને fugazi પરફ્યુમ્સનો મોટા જથ્થામાં વેચાણ થાય છે.
આમાંની અા વેબસાઈટ પર, નકલી માલ એક વર્ષમાં 1 ટ્રિલીયન $નો સામાન વેચવામાં અાવે છે, જેમાંથી 2.5% વૈશ્વિક રીતે આયાત કરે છે. યુ.એસ.ટી.આર (અમેરિકાના વેપાર પ્રતિનિધિના કાર્યાલય)એ eBay અને Taobao વિશેના તેના અહેવાલમાં જણાવ્યું હતું કે શોપિંગ સાઇટ્સ નકલી આઈટમ્સને દૂર કરવા માટે કોઈ ખાસ પ્રયત્નો કરતી નથી, જેના કારણે તેના પર હવે કડક પગલાં લેવાની નોબત અાવી છે.નકલી સામાનના વેચાણ પર ગયા વર્ષે વિવાદ કર્યા પછી, આ કંપનીઓએ બનાવટી માલના વેચાણમાં 25 ટકા ઘટાડો કર્યો છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે તેને દૂર નથી કરતી અાજ કારણે અમેરિકાએ તેને બ્લેકલીસ્ટ કર્યા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.