માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સ (UAS) બનાવતી કંપની IdeaForge Technology નો IPO સોમવારે ખુલ્યો છે. કંપનીનો IPO 29 જૂન, 2023 સુધી ખુલ્લો રહેશે. મેપિંગ, સુરક્ષા અને સર્વેલન્સ માટે માનવરહિત એરક્રાફ્ટ વાહનોનું ઉત્પાદન કરતી કંપની IdeaForgeના IPOને પહેલા જ દિવસે ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં ઊંચા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ.475 પર પહોંચ્યું હતું
ડ્રોન નિર્માતા IdeaForge Technologyના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 638-672 છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમિયમ રૂ.475 પર પહોંચી ગયું છે. જો કંપનીના શેર રૂ. 672ના અપર પ્રાઇસ બેન્ડ પર ફાળવવામાં આવે છે અને રૂ. 475નો જીએમપી અકબંધ રહે છે, તો આઇડિયાફોર્જના શેર રૂ. 1147 પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે, રોકાણકારો પહેલા જ દિવસે 70% થી વધુ નફો કરી શકે છે.
કંપની રૂ. 567 કરોડ એકત્ર કરી રહી છે
રિટેલ રોકાણકારો IdeaForge Technology IPOમાં ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. રોકાણકારોએ 1 લોટ માટે 14784 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે 13 લોટ માટે 192192 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. IPOમાં IdeaForgeના શેરની ફાળવણી 4 જુલાઈ, 2023ના રોજ અંતિમ રહેશે. તે જ સમયે, કંપનીના શેર 7 જુલાઈ, 2023ના રોજ એક્સચેન્જમાં લિસ્ટ થશે. કંપની માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સ (UAS) માં માર્કેટ લીડર છે. વર્ષ 2022માં તેનો બજાર હિસ્સો 50% ની નજીક હતો.