કપડવંજ રેલવે ફાટક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અન્ય બે લોકોને સામાન્ય ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા .મૃતકોમાં બે સ્ત્રી અને એક પુરુષનું ઘટના સ્થળે મોત થયુ હતુ. તમામ મૃતકો કપડવંજના અંકલઈ ગામના રહેવાસી છે. મૃતકોને પીએમ અર્થે કપડવંજની જે. બી.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.