લંડનના બ્રેંટફોર્ડ વિસ્તારમાં રહેતા માર્ટિન અને ડેબ્રા ઓલિવર પોતાના લગ્નની 42મી વર્ષગાંઠ ઉજવવા પૂર્વી સસેક્સના વિનચેલ્સિયાના સમુદ્ર કિનારે ગયા હતા. અહીં તેમને એક સીપ મળી. ડેબ્રાના જણાવ્યાનુસાર આ સીપ થોડી વિચિત્ર દેખાતી હતી. તેમણે જ્યારે તેને હાથમાં લઈ જોઈ તો તે એકદમ ઓસામા બિન લાદેનના ચહેરા જેવી દેખાતી હોવાનું લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે લાદેનના મૃતદેહને પણ સમુદ્રમાં ફેંકવામાં આવ્યો હતો.
ડેબ્રાના જણાવ્યાનુસાર તેને સીપ એકઠી કરવાનો શોધ છે. જો કે આ પહેલીવાર છે જ્યારે તેને લાદેનના ચહેરા જેવી દેખાતી સીપ મળી. તેણે જણાવ્યું કે જ્યાંથી તેને આ સીપ મળી ત્યાં લાખોની સંખ્યામાં ચમકીલા પથ્થર અને સીપ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ઓસામા બિન લાદેન આતંકી સંગઠન અલ કાયદાનો પ્રમુખ હતો.
અમેરિકામાં વર્ષ 2001માં થયેલા 9/11ના હુમલાનો તે માસ્ટરમાઈન્ડ
અમેરિકામાં વર્ષ 2001માં થયેલા 9/11ના હુમલાનો તે માસ્ટરમાઈન્ડ હતો. વર્ષ 2011માં અમેરિકાની નેવીના સીલ કમાંડોએ તેને પાકિસ્તાનના એબટાબાદમાં ઠાર માર્યો હતો. ત્યારબાદ તેને મૃતદેહને 136 કિલો વજન સાથે બાંધી સમુદ્રમાં ફેંકી દીધું હતું.