મીરા શુક્લ :
તમારૂ ખાતું કોઈ બેન્કમાં છે તો પંદર દિવસ રાહ જુઓ તમારા ખાતામાંથી ધીમેધીમે પૈસા ખંખેરવામાં અાવશે. વાંચીને નવાઈ લાગે છે ને પરંતુ અા એક નરી વાસ્તવિક્તા છે.
અેડવાન્સ ટેકનોલોજીના નામે હવે બેન્કોએ તમારીજ પાસબૂક અને ચેકબૂકથી લૂંટવાનું નક્કી કર્યુ છે.હવેથી બેન્કો દ્વારા કેશવિડ્રોલ અને ચેકબૂક અને પાસબૂક ઇસ્યુ કરવા માટે ચાર્જ વસૂલ કરવામાં અાવશે.
મહાગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ અેસોશિએશનના પ્રમુખ રાગેશ સરૈયાના કહેવા મુજબ, બેન્કોઅે ઉદ્યાેગપતિઓને કરોડો રૂપિયાની લોન અાપી છે અને અા લોનના પૈસા પરત નહી અાપવાથી બેન્કની ખાધ (એન.પી.એ) વધી ગઈ છે અા પૈસા હવે ગ્રાહકો જોડેથી વસૂલ કરવામાં અાવશે.
20 જાન્યુઅારીથી અમલમાં અાવી રહેલા અા બેન્કના અા કાયદા ચંબલના ડાકૂઓને શરમાવે અેવા છે. કેશવિડ્રોલ પર 10 રૂપિયા અોટોમેટિક ડેબીટ થશે અેટલે તમે અેટી.એમ.થી પૈસા ઉપાડો અેટલે તમારા ખાતામાંથી 10 રૂપિયા જશે અેવી જ રીતે 50 હજારથી વધુ કેશ જમા કરાવો તો હજાર રૂપિયા કપાશે. તમારા ખાતામાં પૈસા કેટલા છે અે જાણવા પાસબૂક અપડેટ કરાવો તો દસ રૂપિયા અાપવા પડશે, ચેકબૂક માટે 25 રૂપિયા ચેક ડિપોઝીટ કરાવા 10 રૂપિયા અને લોકોના કાન મરોડી બરાડા પાડી મોદી બોલતાં હતા કે ઈન્ટરનેટ બેન્કીગનો ઉપયોગ કરો પણ હવે મોદી અેમાં પણ ઘાચીના બળદની જેમ તમને પીસશે ઈન્ટરનેટ બેન્કીગપર પણ 10 રૂપિયા લાગશે અેટલે તમે અેમ માનતા હોવકે બેન્કમાં પૈસા સલામત છે તો અેવું નથી રહ્યુ, સફેદ કોલરવાળા બેન્કીગ સેક્ટરના લૂંટારા હવે પંદર દિવસ પછી તમને લૂંટશે અેટલેકે ઉદ્યોગવતિઓને લોન અાપવાના ગોરખધંધા કરનાર બેન્ક હવે અા પૈસા તમારી પાસેથી લુંટી તમારા બચત ખાતા પર કફન અોઢાડી દેશે.