નવી દિલ્હી: શેર બજારમાં ક્યારે રોકાણકારો રાતા પાણીએ રોતા હોય છે તો ક્યારેક તેમની કિસ્તમ એટલી ખુલી જાય છે કે છપ્પર ફાડકે વળતર મળે છે. ત્યારે આવો જ એક કંપનીનો સ્ટોક શેર બજારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્ટોકમાં રોકાણ કરનાર લોકો કરોડપતિ બની ગયા છે. વૈશ્વિક ઝવેરી ઇ-રિટેલર કંપની વૈભવ ગ્લોબલ લિમિટેતેના રોકાણકારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. કંપની તેના લાંબા ગાળાના રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થઈ છે. આ કંપનીએ લાંબા ગાળાના રોકાણ બાદ નિવેશકોએ કરોડપતિ બનાવી દીધા છે.
વૈભવ ગ્લોબલના શેરના ભાવોમાં છેલ્લા 10 વર્ષમાં 10,000% થી વધુનો ઉછાળો થયો છે. એટલે કે, આ કંપનીએ 10 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. 22 મે, 2011ના રોજ, કંપનીના એક શેરની કિંમત માત્ર 8.10 રૂપિયા હતી, જે શુક્રવારે એનએસઈ પર 845 રૂપિયા પર બંધ થયો છે. એટલે કે, કંપનીએ 10 વર્ષમાં 10,460% વળતર આપ્યું. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 300%થી વધુનો ઉછાળો આવ્યો છે.
તમને જણાવીએ કે, વૈભવ ગ્લોબલ લિમિટેડ મલ્ટિનેશનલ ઇલેક્ટ્રોનિક રિટેલર, જથ્થાબંધ વેપારી અને ફેશન જ્વેલરીની સાથે ફેશન એસેસરીઝની ઉત્પાદક કંપની છે. તે તેની શોપિંગ ચેનલ અને ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે.
યુ.એસ.માં કંપની તેની વેબસાઇટ www.shoplc.com દ્વારા અને યુકેમાં www.tjc.co.uk દ્વારા ઉત્પાદનો વેચે છે. વૈભવ ગ્લોબલનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 21 ના Q4 માં 41% વધીને રૂ. 56 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 39.74 કરોડ રૂપિયા હતા