દક્ષિણ કોરિયાના ક્રિપ્ટો કરન્સી પર નિયમનના નિર્દેશોના પગલે બિટકોઈનના ભાવમાં ૨૮ ટકા ગાબડું પડ્યું છે.દક્ષિણ કોરિયાએ એક્સચેન્જ પર ક્રિપ્ટો કરન્સીના વેપાર પર ભારે નિયમન લગાવવાના નિર્દેશો આપતાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવમાં કડાકો બોલાઇ ગયો હતો. બિટકોઇનના ભાવમાં કોઇન ડેસ્ક પર ૨૮ ટકા કડાકો બોલાઇ ૧૦ હજાર ડોલરની નીચે ૯૯૬૯ ડોલરની સપાટીએ જોવા મળ્યો હતો, જોકે નીચા મથાળેથી તુરત જ ઉછાળો નોંધાયો હતો અને ૧૧ હજારની સપાટી ક્રોસ કરી હતી.
ડિસેમ્બરના મધ્ય ભાગમાં બિટકોઇનનાે ભાવ ૧૯,૮૦૦ની સપાટીની નજીક પહોંચી ગયો હતો. દરમિયાન અન્ય ક્રિપ્ટો કરન્સી ઇથેરિયમના ભાવમાં પણ ૩૦ ટકા ઘટાડો નોંધાયો. એક તબક્કે ૧૦૦૦ ડોલરની નીચે ભાવ પહોંચી ગયો હતો. મોટા ભાગની ક્રિપ્ટો કરન્સીના ભાવમાં કડાકો નોંધાયો હતો.
દરમિયાન બિટકોઇનના ભાવમાં છેલ્લા બે મહિનામાં જે ઝડપી વધ-ઘટ જોવા મળી રહી છે તેને લઇ દેશના યુવા વર્ગમાં ક્રિપ્ટો કરન્સીને લઇ ઇન્કવાયરી વધી છે, જોકે આરબીઆઇએ આ કરન્સીના રોકાણ સામે સાવધાની રાખવા જણાવ્યું છે.અામ છતાં લોકો બિટકોઈન ખરીદી રહ્યા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.