રીના બ્રહ્મભટ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પાર્ટીઓ વચ્ચે સિયાસી જંગ બરાબર જામ્યો છે. બને પાર્ટીઓ માટે આ ચૂંટણી જીતવીએ પ્રતિષ્ઠાના જંગ સમાન છે. ભાજપ માટે આ ચૂંટણી પરંપરાગત ગઢ જાળવી રાખવાની કવાયત છે. તો કોંગ્રેસ માટે નવસર્જન પામવાની તક છે. તેવામાં બંને પાર્ટીઓ દરેક પ્રકાર ની સિયાસી ચાલ ઉતરી મતો અંકે કરવા ચાલ પાર ચાલ ઉતારી રહ્યા છે. જો કે, ચૂંટણી જીતવા ચૂંટણીમાં દરેક પ્રકારની ચાલ ચાલવી એ રાજકીય મજબૂરી હોય છે. તેમજ એમાં મતોના રાજકારણને પણ સમજવું પડે છે કે, ક્યુ પરિબળ કે કયી જ્ઞાતિ કે ક્યુ ફેક્ટર મતોનું વિભાજન કરી શકશે..
ખેર આ વખતની ચૂંટણી અનેક પ્રકારની સંભાવનાઓ સાથે યોજાઈ રહી છે. રોજે રોજ જાતિગત પરિબળો બદલાઈ રહ્યા છે. ત્યારે આ વખતે વોટરનો ટ્રેન્ડ છેક સુધી અકળ રહેશે.એમાં કઈ શક નથી. વોટરનો ટ્રેન્ડ ગમેં ત્યારે અને ગમે તે ઘડી એ કોઈપણ પરિબળની ઇફૃફેક્ટ થી બદલાઈ શકે છે.
ત્યારે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપી પાછલા 5 વર્ષથી લગાતાર જીત મેળવી રહી છે. અને સત્તા હાંસલ કરી રહી છે. જો કે, તેવામાં આસ્ચ્ર્યની વાત તે છે કે, આ 5 ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મતો નું અંતર ફિક્સ રહેવા પામ્યું છે. અને બીજેપીની જીત પાછળ પણ આ જ ફેક્ટર રહેલું છે. આ બંને પાર્ટીઓ વચ્ચે 9 થી 10 % જેટલા મતોનું અંતર હોય છે. અને લગભગ દરેક ચૂંટણીમાં બંને પાર્ટીઓ એકસરખા વોટ મલતા રહ્યા છે. ત્યારે આ સાચે ન એક આશ્ચર્યજનક બાબત છે. અને બંને પાર્ટી આ ગણિત સારી રીતે સારી રીતે જાણે છે.
અને આ મતોનું ગણિત સમજવા અને એ પ્રકારે સ્ટ્રેટેજી ગોઠવવા બંને પાર્ટી માટે આ બાબત જાણવી ખુબ જ જરૂરી છે. તેવામાં મતોના અંતરનું ગણિત
સમજી બેઠેલ બંને પાર્ટી ની આ વખતનો વ્યૂહ છે એકબીજાની મતબેન્કમાં ગાબડાં પાડવ।..અને ભાજપ આ માટે 2014 ની લોકસભાની ચૂંટણી ના પ્રદર્શનને ધ્યાનમાં રાખી રહયુ છે કે, જેમાં તેનેં 60 % વોટ મળ્યા હતા. મતલબ કે એનું પ્રદર્શન લોકસભાની ચૂંટણી જેવું રહ્યું અને એ મુજબ જ જો વોટ મળશે તો આ વખતે જીતનું અંતર મોટું થઇ જશે. અને પાછલી 5 ચૂંટણીઓ કરતા પણ તેને વધારે વોટ મળશે.ત્યારે અહીં પાછળ 5 વર્ષની ચૂંટણીના માટેના આંકડા જોઈએ તો,
1995
બીજેપી : 121 સીટો, 42.51 % વોટ
કોંગ્રેસ : 45 સીટો , 32.99 % વોટ,
1998
બીજેપી : 127 સીટો, 49.85 % વોટ
કોંગ્રેસ : 51 સીટો , 39.59 % વોટ
2002
બીજેપી : 127 સીટો, 49.85 % વોટ
કોંગ્રેસ : 51 સીટો, 39.59 % વોટ
2007
બીજેપી : 115 સીટો, 48.30 % વોટ
કોંગ્રેસ : 61 સીટ , 40.59 % વોટ
2012
બીજેપી : 117 સીટો પર 49.12 %
કોંગ્રેસ . : 59 સીટો પર 39.63 %
વેલ ત્યારે હાલ કોંગ્રેસ 2007 ની જેમ ફરી એકવાર ઓબીસી, દલિત અને ગ્રામીણ વિસ્તારમાં પોતાનું સ્થાન બનાવી શકી છે. ત્યારે એક વાંત નક્કી છે કે, કોંગ્રેસ ચૂંટણી જીતશે કે નહિ બલ્કે તેનો વોટ દર જરૂર ઊંચો જશે.