ઉત્તર ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને હજુ પણ વીજળીની સમસ્યા નડી રહી છે ડાર્ક ઝોનમાંથી બહાર આવવા મથતાં ખેડૂતોની હાલત કફોડી છે કારણકે તેના વગર રોજગારીને સાધન ખેતી પણ માત્ર આકાશી કૃપા પરજ નિર્ભર રહે છે તે ઉપરાંત અવારનવાર સર્જાતી પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતો ઉપરાંત અન્ય લોકોના જાન માલનો આજે આઝાદીના આટલા વર્ષ બાદ પણ સલામતી બક્ષવામાં નિસ્ફળતા જ મળી રહી છે
તેવીજ સ્થિતિમાં રોજગારી બાબતે પ્રવર્તી રહી છે GSTના અણઘણ અમલના કારણે ધંધા રોજગાર પણ મોટી સમસ્યાનો સામનો કરી રહી છે હીરા ઉદ્યોગમાં પણ વ્યાપક મંદી પ્રવર્તી રહી છે મહેસાણા અને સાબર ડેરીના દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે તેવીજ રીતે બને ડેરીઓમાં મોટા પ્રમાણમાં કૌભાંડો પણ બહાર આવ્યા છે.
ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા એમ પાંચ જિલ્લાની કુલ 32 વિધાનસભાની બેઠકો છે જેમાં નારાજગી પ્રવર્તી રહી છે