[slideshow_deploy id=’19832′]
ગુજરાતમાં આ ચૂંટણીમાં ભાજપ નવો પ્રયોગ કરી રહી છે ઉત્તર પ્રદેશમાં કરેલા પ્રયોગ બાદ હવે ગુજરાતમાં ભાજપ જાદુગરોને મેદાનમાં ઉતારી રહ્યા છે.
દેશના અલગ અલગ 13 રાજ્યોમાંથી લવાયેલા આ જાદુગરો ચૂંટણી સુધી ગુજરાતને ઘમરોળશે મોદીના વિકાસની વાતો જાદુના ફોર્મમાં રજૂ કરશે જાદુગરો દ્વારા જાદુ કરી હવામાંથી પંજો ગાયબ કરી કમળ ખીલવશે ગુજરાતમાં થયેલી વિકાસની વાતો આ જાદુગરો જાદુનાં ખેલ દ્વારા કરી બતાવશે। અલબત્ત શહેરી વિસ્તારોમાં જાદુગરો જોવા નહિ મળે પણ આ જાદુગરો ગ્રામીણ વિસ્તારોમાં મોકલાશે અને શહેરી વિસ્તારમાં જ્યાં મનોરંજનના સાધનો ઓછા છે ત્યાં સાંજના સમયે મોકલાશે જેથી મજૂરીએથી પાંછા આવેલા લોકો પોતાના મનોરંજન માટે જાદુ જુએ અને જાદુની સાથે સાથે એમને ભાજપનો સીધો મેસેજ પણ મળી શકે તેર રાજ્યોમાંથી આવેલા આ જાદુગરો ભાજપના વિકાસની વાતો જાદુના માધ્યમથી કરશે અને આ માધ્યમથી એ ભાજપનો પ્રચાર કરશે કે છેલ્લા 22 વર્ષમાં ચમત્કારીક રીતે ગુજરાતનો વિકાસ થયો છે એમના આ પ્રયોગને કારણે ગુજરાતના મતદારો પહોંચશે