ભાજપ દ્વારા પેટાચૂંટણીને અનુલક્ષીને બેઠકો દૌર શરૂ કરવામાં આવ્યો છે.પાટણના સમીમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઇ. રાધનપુર બેઠક પર જીત મેળવવા સમીના મોમાઇ માતાના મંદિરે યોજાયેલી બેઠકમાં સમી અને રાધનપુરના ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, દિલીપ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.