રાજસ્થાનમાં 4 નવેમ્બરથી પુષ્કર મેળાની શરૂઆત થઈ ગઈ છે. પુષ્કર આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં અલગ-અલગ પ્રજાતિના 5 હજારથી વધારે પશુ પહોંચ્યાં છે. આ વખતે મેળામાં સૌ કોઈનું ધ્યાન ભીમ ભેંસે ખેંચ્યું છે. આ ભેંસને પ્રદર્શનમાં બીજી વખત લાવવામાં આવી છે. તેનું વજન 1300 કિલો છે. ભેંસના માલિક જવાહર લાલ જાંગિડ, દીકરા અરવિંદ જાંગિડ જોધપુરથી પુષ્કર આવ્યા છે. આ ભેંસની કિંમત 14 કરોડ રૂપિયા છે.
ભેંસ પાછળ દર મહિને દોઢ લાખ રૂપિયા સ્વાહા
આ ભેંસની દેખરેખમાં દર મહિને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. માલિકનાં પુત્ર અરવિંદે જણાવ્યું કે, ભેંસને રોજ 1 કિલો ઘી, 500 ગ્રામ માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ અને 1 કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે. અમે ભેંસને વેચવા માટે નહીં પણ પ્રદર્શન માટે મેળામાં લઈને આવીએ છીએ. ગયા વર્ષે પણ અમે ભીમને લઈને આવ્યા હતા. ભીમનું વજન એક વર્ષમાં 100 કિલો અને કિંમત 2 કરોડ રૂપિયા વધી ગઈ છે.